Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાંસદે આઉટડોર સ્ટેડિયમનો વિરોધ કર્યો તો ધારાસભ્યે કામ ઝડપથી કરવા કહયું

- ભાજપના નેતાઓમાં વર્ચસ્વ માટે સ્પર્ધા

- સી.આર. પાટીલે હાલ પુરતા આવા પ્રોજેક્ટ પર બ્રેક લગાવવાની વાત કરી તો પુર્ણેશ મોદીની આવક વધારવા પીપીપીના પ્રોજેક્ટ કરવા તરફદારી

સુરત, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

સુરત ભાજપના નેતાઓની વર્ચસ્વવાળી લડાઈ સુરત મ્યુનિ.ના બજેટની ચર્ચા  પર ખુલીને દેખાઈ રહી છે.   શાસકોની વેરા વધારા અંગેની ચર્ચામાં નવસારીના સાંસદે આઉટડોર સ્ટેડિયમ જેવા પ્રોજેકટ હાલ પુરતા જરૃરી નથી તેવી વાત કરી હતી. તો મ્યુનિ. સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્યએ આઉટડોર સ્ટેડિયમ તથા અન્ય પ્રોજ્ક્ટ પીપીપીથી કરી મ્યુનિ.ની આવક વધારી શકાય તેવી રજુઆત કરી હતી. ભાજપના જ સાંસદ અને ધારાસભ્યની આઉટ ડોર સ્ટેડિયમ માટે જુદી જુદી વાત  સુરત ભાજપમાં મોટી જુથબંધી ચાલતી હોવાની ચાડી ખાઈ છે.

સુરત મ્યુનિ.ની ધારાસભ્ય સાથેની સંકળન બેઠકમાં પશ્ચિમ વિભાગના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાંદેર ઝોનમાં પાનલપોર વિસ્તારાં આઉટડોર સ્ટેડિયમ તથા નાઈટ બજાર જેવા પ્રોજેકટ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરથીપથી કામગીરી વહેલી શરૃ કરવા જોઈએ તેવો મત રજુ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે આવા પ્રોજેકટથી સુરત મ્યુનિ.ની આવકમાં વધારો થઈ સકે છે તેથી આ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવવી જોઈએ.

આ પહેલા જ્યારે ભાજપની બજેટ માટેની સંકલન બેઠક થઈ હતી જેમાં સાંસદ સીઆર પાટીલે વેરા વધારવાના બદલ મોડલરોડ અને આઉટડોર સ્ટેડિયમ જેવા પ્રોજેક્ટ હાલ પુરતા જરૃરી ન હોવાનો મત રજુ કર્યો છે.  સુરત ભાજપમાં વર્ચસ્વ માટે સી.આર. પાટીલ અને પુર્ણેશ મોદી વચ્ચે છેલ્લા ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે તે હવે ખુલીને બહાર આવતી દેખાઈ રહી છે. એક સમય એવો હતો કે જેમાં સાંસદ પાટીલ અને ધારાસભ્ય મોદી એક જ ગણાતા હતા આજે બન્ને વચ્ચે વર્ચસ્વની લડાઈ આવી ગઈ હોવાથી તેમના નિવેદનમાં વિરોધાભાષ દેખાઈ રહ્યો છે.

Post Comments