Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરચેલિયામાં પતંગના દોરાથી યુવતિ જડબા ગળાના ભાગે કપાઈ

- ભાઈ-બહેનને લઈ દવાખાને આવતી હતી ત્યારે કપાયેલા પતંગની દોરી પડતા લોહીલુહાણ થઈ

કરચેલિયા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

મહુવા તાલુકાના બારતાડ ગામની યુવતિ મોપેડ પર કરચેલિયા આવતી હતી ત્યારે પતંગની દોરીથી જડબા અને ગળાના ભાગે કપાય જતાં લોહીલુહાણ થઈ ગઈ હતી.

બારતાડ ગામના ગોળધરા ફળિયાની અમિતા-ગણપતભાઈ પટેલ (ઉં.૨૨) બપોરે એકટીવા હંકારી કરચેલિયા ભાઈ-બહેનને દવાખાને લઈ જવા નીકળી હતી. કરચેલિયા ગરનાળા પાસે અચાનક કપાયેલા પતંગની દોરી તેના જડબાના ભાગે લોહીલુહાણ કરી ગળાના ભાગે પણ ખેંચાતા ગળુ પણ કપાઈ ગયું હતું. આ સમયે પતંગનું વેચાણ કરી રહેલા હેમંતભાઈ ભાવસારે દોડી જઈ દોરી તોડી નાંખી હતી. જેના કારણે યુવતી બચી ગઈ હતી. જો કે, લોહીલુહાણ થયેલી યુવતિને સારવાર લેવી પડી હતી.

Post Comments