Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શુગર મિલોને ખાંડનો સ્ટોક ૮૩ ટકા રાખવા આદેશથી બજાર ભાવ સ્થિર

- ખાંડની આયાત ડયૂટી બમણી કરવા સાથે કેન્દ્ર સરકારના

- દાગીના દીઠ રૃ.૧૦૦ના વધારા સાથે ભાવ સ્થિર : ખાંડના ભાવ વધશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાશે

બારડોલી, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

છેલ્લા એક માસમાં ખાંડના બજારભાવમાં ઘટાડો થતાં શેરડી ઉત્પાદક ખેડૂતોને પોષણક્ષમ ભાવો ચૂકવવાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની આયાત ડયૂટી બમણી કરી ૧૦૦ ટકા કરી હતી. બાદમાં શુગર મિલોને ખાંડનો સ્ટોક ૮૩ ટકા રાખવા સહિતનું નોટીફીકેશન જારી કરતા ખાંડના બજારભાવ સ્થિત થઇ સુધારો થયો છે. ખાંડના દાગીના (૧૦૦ કિલો) દીઠ રૃ।. ૧૦૦ના વધારા સાથે બજાર સ્થિર થયું હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં શેરડીની ખેતીનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં ૧૦ જેટલી સહકારી શુગર મિલો છે. છેલ્લા બે માસથી શેરડી પિલાણ નિયમિત થતાં જ ખાંડના બજારભાવ ઘણાં નીચા જતાં ગત દિવસમાં પંડવાઇ શુગર ફેકટરી ખાતે મળેલી ખાંડ ઉદ્યોગ સંઘની મીટીંગમાં ખાંડના તૂટતા બજારભાવ, બગાસ અને ઇથેનોલના ઉપાડ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ખાંડના બજારભાવ અંગે પાકિસ્તાનથી આયાત થતી ખાંડ પર આયાત ડયૂટી વધારવાની માંગ અને પાકિસ્તાન સરકાર ખાંડ નિકાસ પર સબસીડી આપતી હોવાથી ખાંડનું બજાર તૂટી ગયું હતું.

જેથી કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ દિવસમાં ખાંડના બજારભાવ  સ્થિર કરવા માટે બે પગલાં લીધા છે. જેમાં આયાત ડયૂટી બમણી કરી ૫૦માંથી ૧૦૦ ટકા કરી છે અને શુગર મિલો દ્વારા ખાંડના સ્ટોક રાખવા અંગે નોટીફિકેશન કરીને ખાંડ સંગ્રહની નીતિ જાહેર કરી છે.  જેમાં ફેબુ્રઆરી માસ માટે તા.૩૧મી જાન્યુઆરાએ જેટલો સ્ટોક હશે તેના ૮૩ ટકા સ્ટોક રાખી બાકી ખાંડનું વેચાણ કરવું પડશે.  જ્યારે તા. ૨૮ ફેબુ્રઆરીએ શુગર મિલ પાસે જેટલી ખાંડ હશે તેના ૮૬ ટકા ખાંડનો સ્ટોક રાખી વધારાની ખાંડ બજારમાં વેચવી પડશે. આયાત ડયૂટી અને ખાંડના સ્ટોક અંગે નીતિ જાહેર થતાં ખાંડા બજારભાવ સ્થિર થઇ દાગીના (૧૦૦ કિલો) દીઠ રૃ।. ૧૦૦નો  વધારો થયો છે. આગામી દિવસમાં ખાંડના ભાવો વધશે જેને પગલે ૩૧મી માર્ચે શુગર ફેકટરી દ્વારા શેરડીના આખરી ભાવ જાહેર કરવા સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાશે તેમ જણાય છે.

વર્તમાન સિઝનમાં ખાંડનું ઉત્પાદન ૨૬૧ લાખ ટન થવાનું અનુમાન
વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૦૩ લાખ ટન ઉત્પાદન હતું

ખાંડ પર આયાત ડયૂટીમાં ૧૦૦ ટકા વધારો અને ખાંડના સ્ટોક મર્યાદા જાહેર કરવા છતાં ખાંડના ઉત્પાદનમાં થઇ રહેલા વધારાથી વચગાળાની રાહત થશે. ખાંડની ડયૂટીમાં વધારા સાથે દાગીના દીઠ રૃ।. ૧૦૦માં વધારો થયો છે. ઇન્ડીયન શુગર મિલ એસોસીએશન (ઇસ્મા)એ વર્તમાન શેરડી પિલાણ સિઝન ૨૦૧૭-૧૮માં ખાંડનું ઉત્પાદન વધીને ૨૬૧ લાખ ટન હોવાનું અનુમાન કર્યું છે. ગત વર્ષે ૨૦૧૬-૧૭માં માત્ર ૨૦૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.

સરેરાશ ૬૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન વધશે તેમજ શેરડી રોપાણના આંકડા જોતાં પિલાણ સિઝન ૨૦૧૮-૧૯માં ખાંડનું ઉત્પાદન ચાલુ વર્ષ કરતાં પણ વધશે. જેથી ખાંડના બજારભાવ જાળવી રાખી શેરડી ઉત્પાદક ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા માટે આયાત ડયૂટી અને ખાંડના સ્ટોક અંગેની નીતિ કાયમી કરવી જરૃરી જણાય છે. જો કે, શુગર મિલો માટે ખાંડના બજારભાવ અંગેની ચિંતામાં છેલ્લા બે દિવસથી ઘણી રાહત મળી છે અને ખાંડના બજારભાવ સુધરવાના સંકેત મળી રહ્યાં છે.

Post Comments