Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આધારકાર્ડમાં રહી ગયેલી ભૂલ સુધરાવવામાં લોકોને ફાફાં

- બેંક ખાતા વગેરે સાથે લિન્ક ફરજિયાત તો કરાયું પણ

- વલસાડમાં ભૂલ સુધારણા માટે ૨૦ દિવસની મુદત, ત્યારબાદ પણ સર્વર ખોટકાતા કામ થતું નથી

વલસાડ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

વલસાડમાં આધાર કાર્ડમાં ભુલ સુધારવા માટે સેન્ટરના ધક્કા ખાઇને ચપ્પલ ઘસાઇ જાય છે. ભુલ ભરેલા આધાર કાર્ડ સુધારણા માટે અરજદારોને ૧૫ થી ૨૦ દિવસની મુદત અપાઇ રહી છે. આ મુદત મુજબ પણ કાર્ય થતું ન હોય, અરજદારની હાલત કફોડી બની રહી છે.

સરકારના નિયમ મુજબ માર્ચ અંત સુધી આધાર કાર્ડ લિન્ક કરાવવા ફરજિયાત છે. આધારકાર્ડ બનાવવા માટે વલસાડમાં ખાનગી સેન્ટર હતું તે પણ બંધ થઇ ચુકયું છે.  ત્યારબાદ નવા આધાર કાર્ડની કામગીરી કલેક્ટર કચેરીમાં ચાલી રહી છે. તે માટે ફોર્મનું વિતરણ મહિનામાં બે દિવસ જ થાય છે.  તેમજ જૂના ભૂલ ભરેલા આધાર કાર્ડમાં સુધારણા માટે ૨૦ દિવસની મુદત અપાઇ રહી છે. ત્યારબાદ પણ અરજદાર આવે તો ખોટકાઇ ગયેલા સર્વરને કારણે તેમનું કાર્ય થઇ શકતું નથી.

જેના કારણે ધરમ ધક્કા ખાઇને સામાન્ય માણસ કંટાળી જાય છે. ત્યારે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માટે વલસાડ હાલર રોડના રહિશ પ્રવિણચંદ્ર જગમોહન સોલંકીએ વલસાડ કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે આધાર કાર્ડની કામગીરી સરળ અને ઝડપી બનાવવા રજૂઆત કરી છે.

Post Comments