Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્યારામાં ફરજ બજાવતા જમીન વિકાસ નિગમના નિરીક્ષકનો ભેદી આપઘાત

- ૭ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા ગણેશભાઇ ચૌધરીએ ધોતીયાથી ફાંસો ખાધો

- સાથે રહેતા બે અધિકારી વતન ગયા હતા

વ્યારા, તા.12 જૂન, 2018, મંગળવાર

વ્યારાના મુસા ગામે હરીઓમ રેસીડન્સીમાં રહેતા અન ેજમીન વિકાસ નિગમની કચેરીમાં ફરજ બજાવતા મદદનીશ નિરીક્ષકે મકાનના રૃમમાં છત પરના પંખાની હુક સાથે ધોતીયું બાંધી  ગળે ફાંસો ખાઇ ભેદી આપઘાત કરતાં ચકચાર મચી છે. સાથે ર હેતા બે સહ  અધિકારીઓ રજામાં વતન ગયા હતા.

વ્યારાના કાનપુરા ખાતે ડેન્ટલ કેરના માળ ઉપર આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ.ની કચેરીમાં છેલ્લા ૭ વર્ષથી મદદનીશ નિરીક્ષક તરીકે ગણેશભાઇ હીરાભાઇ ચૌધરી (ઉ.વ. ૫૭, હાલ રહે. મુસા હરિઓમ રેસીડન્સી, તા. વ્યારા, મૂળ રહે. પુનાસણ, તા.જી. મહેસાણા) ફરજ બજાવતા હતા. પરિવાર વતનમાં હોય ભાડાના મકાનમાં  રહી વતનમાં અવરજવર કરતા હતા.

તેમની સાતે મકાનમાં તેમની જ કચેરીના ડેપ્યુટી ડાયરેકટર એસ.વી. પારૃલકર (રહે. અમદાવાદ) અને ક્ષેત્રીય મદદનીશ બી.ટી. પટેલ (મૂળ રહે. હિમ્મતનગર) પણ રહેતા હતા. રજામાં તેઓ ઘરે આવતા-જતા હતા. સાથી અધિકારીઓ તા. ૧૦-૬-૨૦૧૮ના રોજ રજા હોવાથી વતનમાં ગયા હતા.

દરમિયાન ગણેશભાઇ ચૌધરી ઘરે એકલા હોવાથી કોઇ અગમ્ય કારણે મકાનના બીજા માળે વચલા રૃમમાં છત પરના પંખાની ખુલ્લી હુક સાથે ધોતીયું બાંધી ફંદો બનાવી ગળે ફાંસો ખાઇ લીધો હતો.  ગતરોજ સાંજે રસોઇ બનાવવા કામવાળી બાઇ આવી હતી.

પણ ઘર અંદરથી બંધ હતું. અંદરથી કોઇએ દરવાજો નહીં ખોલતા આસપાસથી લોકોને બોલાવી દરવાજો તોડતા મૃત હાલતમાં ગણેશ ચૌધરીની લાશ મળી આવી હતી. વ્યારાના પાનવાડી ખાતે રહેતા મિત્ર તુલસીભાઇ ચૌગાભાઇ ચૌધરીએ ગણેશભાઇના ભેદી આપઘાત અંગે વ્યારા પોલીસ મથકે ખબર આપતા વધુ તપાસ જમાદાર ભીખાભાઇ જેઠાભાઇએ હાથ  ધરી હતી.

Post Comments