Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ કોર્પોરેટરના આઠ કુટુંબીએ આગોતરા જામીન માગ્યાઃ સોમવારે સુનાવણી

- મહીલાનું અપહરણ કરી જાહેરમાં માર મારવાના ગુનામાં

- રાજકીય દ્વેષથી ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવાની રજૂઆત

- પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન માંગ્યા

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
રાંદેરની મહીલાનું અપહરણ કરી જાહેરમાં માર મારવાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા આરોપી ભાજપી કોર્પોરેટર પ્રવિણ કહારના આઠ જેટલા કુટુંબીઓએ રાંદેર પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીન માંગતા કોર્ટે સુનાવણી આગામી સોમવાર સુધી મુલત્વી રાખી છે.

નાનપુરા વિસ્તારમાં રહેતા ભાજપી કોર્પોરેટર પ્રવિણ કહાર તથા તેમના કુટુંબના ૧૦થી વધુ સભ્યો વિરુધ્ધ રાંદેર પોલીસ માં ગેરકાયદે મંડળી રચીને રાંદેર વિસ્તારની મહીલાનું અપહરણ કરી જાહેરમાં માર મારવાના ગુનાઈત કારસા અંગે ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં ભોગ બનનાર મહીલાએ નોંધાવેલી ફરિયાદના પગલે રાંદેર પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી પ્રવિણ કહાર સહિત તેમના પત્ની શુશીલાબેન,પુત્રી ઓ અસ્મિતાબેન,ધર્મિષ્ઠા કહાર આશિષ કહાલ તથા શુશીલા બાગીયા,ઉષા બોરસલ્લીવાળા, અમીષ વગેરેએ આઠ જેટલા આરોપીઓએ એડવોકેટ પ્રીતીબેન જોશી મારફતે આગોતરા જામીન માંગ્યા છે.

જેમાં મુખ્યત્વે મૂળ ફરિયાદીએ રાજકીય દ્વેષ રાખીને ચડામણીથી ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.બનાવ વખતે આરોપી કોર્પોરેટર સુરત મહાનગર પાલિકાની મીટીંગમાં હોઈ હાજર નહોતા.તદુપરાંત મૂળ ફરિયાદી આરોપીના જમાઈ સાથે લગ્ન બાહ્ય સંબંધ ખુલ્લા પડી જવાથી ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.જે અંગે અગાઉ આરોપીની પુત્રીએ રાંદેર પોલીસમાં એન.સી.નોંધાવી છે.જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપીઓ એ માંગ કરતાં કોર્ટે સુનાવણી આગામી તા.૧૩ મી નવેમ્બર ના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

Post Comments