Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દહાણું પાસે દરિયામાં બોટ ડૂબી : ૩ વિદ્યાર્થિનીના મોત, ૩૦ને બચાવાઇ

- બોર્ડની પરીક્ષા પહેલા માઇન્ડ ફ્રેશ કરવા નીકળેલા વિદ્યાર્થીઓ સાથે કરુણાંતિકા

- પારનાકા બીચ નજીકની સ્કૂલના ધો.૧૨ની ૩૩ વિદ્યાર્થીનીઓ સહેલગાહે નીકળી હતી : મદદ માટે ચીસાચીસ થતા માછીમારોએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું

વાપી,  13 જાન્યુઆરી 2018, શનિવાર

મહારાષ્ટ્રના દહાણુના દરિયામાં આજે નજીકમાં આવેલી શાળામાં ધો-૧૨માં અભ્યાસ કરતી ૩૩ વિદ્યાર્થિનીઓ પરીક્ષા પૂર્વે માઈન્ડ ફ્રેશ કરવા ફેરી બોટમાં નીકળી અને લગભગ ૨ નોટીકલ માઈલ અંદર જતાં અચાનક બોટ દરિયામાં ગરક થવા માંડતા ભારે બુમાબુમ થઇ હતી. સ્થાનિક માછીમારોએ જાનની પરવા કર્યા વગર એક પછી એક ૩૦ વિદ્યાર્થિનીઓને બોટની મદદથી બહાર કાઢી બચાવી લીધી હતી. જયારે ત્રણ વિદ્યાર્થિની ડુબી ગઇ હતી. દહાણું કલેકટરે ઘટનામાં તળિયા ઝાટક તપાસ કરી પગલા ભરવાની વાત કરી હતી.

દહાણુના પારનાકા બીચ નજીક કે.એલ.પોંઢા નામની શાળા છે. આ શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આંતરિક પરીક્ષા પૂર્વે માઈન્ડ ફ્રેશ કરવા દરિયામાં ફેરી બોટ મારફતે સહેલગાહે જવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત આજે ૩૩ વિદ્યાર્થિની દરિયા કિનારેથી ફેરી બોટ મારફતે સહેલગાહે નીકળી હતી. લગભગ બે નોટીકલ માઈલ પર અચાનક ફેરી બોટ હાલક ડોલક થયા બાદ દરિયામાં ગરક થઇ ગઇ હતી. દરિયામાં મોત સામે ઝઝુમતી વિદ્યાર્થિનીઓએ બુમાબુમ કરતા સ્થાનિક માછીમારોએ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના દરિયામાં છલાંગ લગાવી હતી. અને ગણતરીના સમયમાં સેંકડો માછીમારો એકત્રિત થઈ બોટ મારફતે દરિયામાં ગરક થયેલી વિદ્યાર્થિનીઓને બહાર કાઢવા કવાયત આદરી હતી.

ભારે જહેમત બાદ એક પછી એક ૩૦ વિદ્યાર્થિનીઓને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. જો કે આ દુર્ઘટનાં બોટમાંથી બે વિદ્યાર્થિનીઓ જહાનવી સુરતી અને સોનલ સુરતીના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે લાપત્તા વિદ્યાર્થિનીેને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. શોધખોળ દરમિયાન લાપત્તા વિદ્યાર્થિની  સંસ્કૃતિ માહ્યાવંશીની લાશ મળી આવી હતી.

દરિયામાંથી ૩૦ વિદ્યાર્થિનીઓને બચાવી લેવાયા બાદ દહાણુની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાંથી ૨૪ વિદ્યાર્થિનીઓને સારવાર આપ્યા બાદ રજા અપાઈ હતી. આ ઘટનાને પગલે દરિયા કિનારે લોકોનો ભારે ધસારો રહ્યો હતો.

Post Comments