Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓપરેશન બાદ દર્દીનું મોત થતાં ત્રણ તબીબો સામે ગુનો નોંધાયો

-મહાવીર હોસ્પિટલનાં બે અને સિવિલના એક ડોકટર સામે બેદરકારીની ફરિયાદ

વ્યારા,તા.20 એપ્રિલ 2017, ગુરૂવાર

વ્યારાની મહાવીર હોસ્પિટલમાં હરસ-મસાના ઓપરેશન બાદ માંડળ ગામના દર્દીનું મોત થતાં બેદરકારી દાખવનાર ત્રણ તબીબ સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

વિગત મુજબ સોનગઢ તાલુકાના માંડળ ગામે રહેતા રણજીતભાઇ ગામીતનું વ્યારા સ્નેહકુંજ સોસાયટી નજીક આવેલી મહાવીર હોસ્પિટલમાં તા. ૨૭-૧-૨૦૧૬ના રોજ સાંજે હરસ-મસાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે અસહ્ય દુઃખાવા બાદ દર્દી રણજીતભાઇ ગામીતનું મોત થયું હતું. પ્રાથમિક તબક્કે હોસ્પિટલના તબીબોની બેદરકારી હોવાનું બહાર આવતા મરનારના સાઢુભાઇ નવીનભાઇ મીરાજીભાઇ ગામીતે તપાસ કરી તબીબો સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ કેસમાં સહકાર ન આપી સિવિલ હોસ્પિટલ વ્યારાના તબીબે પણ ભૂંડી ભૂમિકા ભજવી હતી. તાપી પોલીસ તપાસ દરમ્યાન વ્યારા મહાવીર હોસ્પિટલના ડો. મોન્ટુ કોઠારીએ રણજીતભાઇ ચૌધરીનું ઓપરેશન બિનઆવડત અને નિષ્કાળજીથી કર્યું હતું. તથા રણજીતભાઇને કોઇ અન્ય માંદગીના ઓપરેશનની માહિતી મેળવી ન હતી તથા એનેસ્થેટીસ્ટ ડો. દિવ્યેશ શાહે કોઇપણ જાતનું પ્રિઓપરેટીવ એસેસમેન્ટ કે ઓપરેશનની કોઇપણ જાતની પૂર્વ તૈયારી કે રણજીતભાઇ ગામીતે અગાઉ કરાવેલ ઓપરેશનના રીપોર્ટની ચકાસણી કરી ન હોવાનું બહાર આવ્યું હતું. આ બંને તબીબોની બેદરકારીને ઢાંકવા સિવિલ હોસ્પિટલ વ્યારાનાં જવાબદાર તબીબ ડો. નૈતિક ચૌધરીએ પણ અભિપ્રાય આપવા બાબતે મદદ ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વ્યારા પોલીસે ત્રણે તબીબ ડો. મોન્ટુ કોઠારી, ડો. દિવ્યેશ શાહ તથા ડો. નૈતિક ચૌધરી સામે ગુનો દાખલ કરતા ડોકટરી આલમમાં ચકચાર મચી છે.

Post Comments