Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરીયા ગામે એમ્બ્રોઈડરીના કારખાનામાં કારીગરોને બંધક બનાવી રૃ. ૪.૪૨ લાખની લૂંટ

-૬ ધાડપાડુઓ મશીનના કોડીંગ કાર્ડ, ડીવાઈઝના ૬૪ સેટ, મોટર વગેરે મત્તા તફડાવી ગયા

બારડોલી, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

ઓલપાડ તાલુકાના પરીયા ગામની સીમમાં અંજની ટેક્સટાઈલ પાર્કમાં શ્રીજી ફેશનના ખાતામાં ૬ ધાડપાડુઓ ઘૂસી જઈ કામ કરતા કર્મચારીઓને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બંધક બનાવીને રૃ. ૪.૪૨ લાખની મત્તા લૂંટી ગયા હતા.

૨૦ થી ૩૦ વર્ષના હિન્દી ભાષી લૂંટારૃઓએ કામદારોને બંધક બનાવી તુમ્હાબે સાથ દુશ્મની નહીં હૈ, તુમ્હારે શેઠ કે સાથ દુશ્મની હૈ તેમ કહી એમ્બ્રોઈડરી મશીનના કોડીંગ કાર્ડ ડીવાઈઝના ૬૪ સેટ સહિતની મત્તાની લૂંટ ચલાવી હતી.

પરીયા ગામની સીમમાં અંજની ટેક્સટાઈલ પાર્ક વિભાગ-૩ માં બેચરભાઈ વલ્લભભાઈ મોતીસરીયા (રહે-શિક્ષાપત્રી હાઈટ્સ, સૃષ્ટિ રો હાઉસની પાછળ, કોસાડ, અમરોલી, સુરત) છેલ્લા અઢી વર્ષથી શ્રીજી ફેશન નામથી એમ્બ્રોડરી કારખાના ચલાવે છે.

કારખાનાની દેખરેખ જીગ્નેશ મોતીસરીયા કરે છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાંથી સાડીનો માલ લાવી તેના ઉપર એમ્બ્રોઈડરી જોબવર્ક કરે છે. કારખાનામાં દિવસના બે અને રાત્રે બે એમ ચાર કારીગર કામ કરે છે.

દરમિયાન ગત મધ્યરાત્રિએ કારખાનામાં બાબુ મેઘનાથ પરીડા, તુન ભૌગા ગૌડા, ગંગાસાગર, સન્યાસરાય અને કાન્હુ ચરણપ્રધાન તેમજ મહેમાન બલરામ શિવાચાલ પાંડી અને મોલા મેઘનાથ પરીડા હતા. રાત્રે બધા જમીને સુતા હતા અને ગંગાસાગર કારખાનામાં કામ કરતો હતો તે સમયે મધ્યરાત્રિએ છ અજાણ્યા ૨૦ થી ૩૦ વર્ષના પેન્ટ પહેરેલા ૪ હિન્દી ભાષી અને બે ગુજરાતી ભાષી શખ્સો હાથમાં ચપ્પુ લઈ કારખાનામાં ઘુસી ગયા હતા.

મોં પર રૃમાલ બાંધેલા અને મોંમા સીગરેટવાળા શખ્સે ગંગા સાગરને બે થપ્પડ મારી તમામને વારાફરતી ડોક્ટર ટેપપટ્ટીથી હાથપગ બાંધી દીધા હતા.

એક શખ્સે બાબુ પરીડાને ચપ્પુ બતાવી ચૂપ કર અવાજ મત કરના કહી અપશબ્દો સાથે કહ્યું કે તુમ્હારે સાથે દુશ્મની નહીં હૈ તુમ્હારે શેઠ કે સાથે દુશ્મની હૈ. બધાને બંધક બનાવીને એમ્બ્રોડરી મશીનના કોડીંગ કાર્ડ ડીવાઈઝના ૬૪ સેટ કિંમત રૃ. ૮૪,૦૦૦, કોડીંગ ડીવાઈઝ ૧૦ નંગ કિંમત રૃ. ૨૦,૦૦૦ મોટર અને મધરબોર્ડ તેમજ કેમેરા રેકોર્ડીંગ ડીવીઆર મળી કુલ રૃ. ૪,૪૨,૫૦૦ ની મત્તા લૂંટી ધાડપાડુ ભાગી ગયા હતા.

મળસ્કે ત્રણેક વાગે બાબુ પરીડાએ બેચરભાઈને ફોન કરતા કારખાનામાં થયેલી લૂંટની જાણ થતા તરત જ પોલીસને જાણ કરી હતી. ઓલપાડ પીઆઈ કે.ડી.રાઠોડ પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી જઈ બંધક બનાવેલા કારીગરોને છોડાવી પુછતાછ કરી હતી. બેચરભાઈએ અજાણ્યા ૬ શખ્સો વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે ધાડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments