Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પક્ષપલ્ટા પર લગામ, દમણ પાલિકામાં પક્ષાંતરધારો લાગુ

- કેન્દ્ર સરકારની લીલીઝંડી, સેલવાસ પાલિકા માટે પણ ધારો લાગુ

- બહુમતી હોવા છતાં સત્તા માટે પ્રમુખ-ઉપપ્રમુખને ઉથલાવવાની પ્રવૃતિ બંધ થશે: લોકપાલની નિયુક્તિ કરાશે

વાપી, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

દમણ નગરપાલિકામાં કેટલાંય વર્ષોથી અધ્ધરતાલ રહેલા પક્ષાંતરધારા કાયદાને કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી છે. આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં દમણ-દીવ નગરપાલિકા સંશોધન નિયમન તેમજ દા.ન.હવેલી નગરપાલિકા પરિષદ સંશોધન નિયમનને મંજુરી આપતાં જ પક્ષાંતરધારો અમલી બન્યો છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી બહુમતિ હોવા છતાં સત્તા માટે પ્રમુખ-ઉપપ્રમુખ સામે મુકાતી અવિશ્વાસની દરખાસ્ત હવે કદાચિત ભુતકાળ બની જશે.

દમણ નગરપાલિકામાં છેલ્લા લાંબા સમયથી પક્ષાંતરધારાના અમલના અભાવે સત્તા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોએ મુકેલી અપેક્ષાઓનું ચીરહરણ કરી પક્ષપલ્ટો કરતાં ખચકાતા ન હતા. જેને કારણે દમણ નગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળતા પ્રમુખ-ઉપપ્રમુખ સામે અમુક જ દિવસો કે મહિનાઓમાં અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવતી હતી. આ પ્રકારના વલણને કારણે દમણ પાલિકામાં સ્થિર શાસનના અભાવે વિકાસ રૃંધાતો હતો. જેને કારણે છેલ્લા લાંબા સમયથી દમણ નગરપાલિકામાં પક્ષાંતરધારો અમલી બનાવવા વારંવાર રજૂઆતો થતી હતી.

આખરે આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દમણ-દીવ નગરપાલિકા સંશોધન નિયમન તેમજ દા.ન.હવેલી નગરપાલિકા પરિષદ સંશોધન નિયમનને મંજુરી આપતાં જ પક્ષાંતરધારો અમલી બન્યો છે. જેથી હવે પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે ૨/૩ બહુમતિ અનિવાર્ય બનશે. સાથે લોકપાલની નિયુક્તિનો માર્ગ પણ મોકળો બન્યો છે. સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સભ્યોને બદલે કર્મચારી ગણવામાં આવશે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા મતદાન કરવાની જોગવાઈ, સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ અંતર્ગત દંડ લાગુ કરવા સહિતની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો

કોંગ્રેસમાં જતા રહેલા ભાજપમાં સભ્યો પરત થવા તલપાપડ
વાપી, ગુરૃવાર
દમણ પાલિકામાં પક્ષાંતરધારો લાગુ થતાં જ સત્તા માટે બહુમતિ સભ્યો ધરાવતા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસને સમર્થન આપનારા સભ્યો ઘરવાપસી કરે તેવા સંજોગો સર્જાયા છે. દમણ પાલિકાના કુલ ૧૫ સભ્યોના સંખ્યાબળમાં સત્તાધારી ભાજપ પાસે ૧૧ જેટલા સભ્યો છે. જેથી ભાજપ સાથે છેડો ફાડનારા એકલ દોકલ સભ્યો ભાજપમાં પુન: પ્રવેશ મેળવવા તલપાપડ બન્યા છે. જોકે પ્રદેશ ભાજપ દ્વારા સત્તાલાલસુ સભ્યોને ઘરનો રસ્તો દેખાડી પુન: પ્રવેશ આપવામાં ના આવે તેવી બહુધા સભ્યોની લાગણી છે.

Post Comments