Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળકીની ઓળખ માટે સુરત પોલીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ

- સ્થળ નિરીક્ષણ બાદ પોલીસની ટીમોએ સચીન, સચીન જીઆઇડીસી, પાંડેસરા, ઉન વિસ્તારની ઝુંપડપટ્ટી ખુંદી નાંખી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

પાંડેસરામાં જીઆવ-બુડીયા રોડ ઉપર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બળાત્કાર-હત્યા બાદ ફેંકી દેવાયેલી અજાણી બાળકીની ઓળક માટે  તેમજ તેના આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના બે પી.આઇ. અને ટીમે આજે સુરત પોલીસ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

પાંડેસરા પોલીસે  આ કેસમાં બળાત્કાર- હત્યાનો ગુનો નોંધી ૯ થી ૧૨  વર્ષની બાળકીની ઓળખ માટે કવાયત હાથ ધરી હતી પરંતુ કોઇ કડી હાથ લાગી ન હતી. દરમિયાન ગતરોજ પોલીસ કમિશ્નરે આ બનાવની તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. સુરત ક્રાઇમ બ્રાંચે આજે સવારે તપાસ શરૃ કરી હતી અને બાદમાં તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના બે પી.આઇ. કિરણ ચૌધરી, જે.એન. ચાવડા અને તેમની ટીમ પણ જોડાઇ હતી.

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમોએ સ્થળ નિરીક્ષણ બાદ બાળકીની ઓળખ મેળવવા  આજુબાજુના વિસ્તારો - ગામોમાં બાળકીના ફોટા સાથે તપાસ શરૃ કરી હતી. પોલીસની જુદી જુદી ટીમો પાંડેસરા, ઉન, સચીન જીઆઇડીસી વિસ્તારની તમામ ઝુંપડપટ્ટીઓ ખૂંદી વળી હતી પરંતુ મોડી સાંજ સુધી પોલીસને કોઇ ભાળ મળી ન હતી. પોલીસ બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યા તેના કોઇ અત્યંતના નજીકના વ્યક્તિએ જ કરી હોવાની શક્યતાના આધારે પણ તપાસ કરી રહી છે.

પોલીસ બાળકીના સગડ મેળવવા સચીન, સચીન જીઆઇડીસી, ખટોદરા પોલીસ મથક હેઠળના સરકારી આવાસો, ઝુંપડપટ્ટીઓમા ંફોટા સાથે હાલ તપાસ કરી રહી છે.

પોલીસે ઉડીયા અને બંગાળી ભાષામાં પણ પેમ્ફલેટ છપાવ્યા
પોલીસે બાળકી ઓરિસ્સાની હોવાની શક્યતાના આધારે ઉડીયા તેમજ બંગાળી ભાષામાં પેમ્ફલેટ છપાવી વિતરીત કર્યા હતા. તેમજ વિવિધ ઝુંપડપટ્ટીઓમાં ચોંટાડયા પણ હતા. સુરત પોલીસે ઓરિસ્સા ભાષામાં ૧૦૦૦, બંગ્લામાં ૫૦૦ અને અંગ્રેજીમાં ૧૦૦૦ પેમ્ફલેટ છપાવ્યા છે. આ પેમ્ફલેટ સુરતથી બંગાળ અને ઓરિસ્સા જતી તમામ ટ્રેનો અને બસ સ્ટેન્ડ પર લગાવવમાં આવ્યા છે.

Post Comments