Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટા વરાછામાં એમ્બ્યુલન્સમાં આગ બાદ ધડાકો: વાનના ફુરચા ઉડયા

-પ્રચંડ વિસ્ફોટ થતા વિસ્તારમાં ભયના માહોલ સાથે અફરા તફરી

સુરત, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

મોટા વરાછામાં મહાદેવ ચોક ખાતે પાર્ક કરાયેલી ખાનગી એમ્બ્યુલન્સમાં બુધવારે બપોરે ઓક્સિજનની બોટલ લિકેજ થતા આગ લાગી હતી. બાદમાં થોડીવારમાં જ પ્રચંડ ધડાકા સાથે ગેસની બોટલ ફાટતા એમ્બ્યુલન્સના ફુરચા ઉડી ગયા હતા. આ ઘટનામાં બે બાળકો સહિત સાતને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર બ્રિગેડ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા મહાદેવ ચોક ખાતે રહેતા સંદિપ સાવલીયાએ ધંધાર્થે પોતાની ખાનગી એમ્બ્યુલન્સ બનાવડાવી હતી અને બે દિવસ પહેલા જ તેની ડિલીવરી લીધી હતી. તેનું રજીસ્ટ્રેશન પણ બાકી હતું પરંતુ એ સમયે જ એમ્બ્યુલન્સમાં રાખેલો ઓક્સિજનનો બાટલો લિકેજ થતા ખેલ ખતમ થઈ ગયો હતો.

ગેસે લિકેજના કારણે પહેલા એમ્બ્યુલન્સ સળગવા લાગી હતી બાદમાં પ્રચંડ ધડાકો થતા એમ્બ્યુલન્સનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને કોઈ કહી ના શકે કે અહીં એમ્બ્યુલન્સ હતી. એમ્બ્યુલન્સમાં ધડાકો થતા ભાગદોડ મચી ગઈ હતી. એમ્બ્યુલન્સના પતરા ઉડીને આજુ-બાજુના ઘરમાં પડતા બે બાળકો સહિત સાતને ઈજાઓ પહોંચી હતી. તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા.

ફાયર બ્રિગેડને જાણ થતા મોટા વરાછા ફાયર સ્ટેશનનાં લાશ્કર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ તેમને એમ્બ્યુલન્સનાં ટુકડા સિવાય કઈ હાથ લાગ્યું ન હતું. આમ તો ગેસ લિકેજથી આગ અને વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે તેમ છતાં અમરોલી પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

Post Comments