Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃ. ૨૦ લાખનું દેવું થતાં સાડીના વેપારીએ દારૃનો ધંધો શરૃ કર્યો

- દારૃની હેરાફેરી વેળા પોલીસને શંકા ન જાય તે માટે કારમાં સાથે આવવા મહિલાને રૃ. ૮૦૦૦ પગારે નોકરીએ રા

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

સાડીના વેપારમાં અંદાજીત રૃ. ૨૦ લાખનું દેવું થતાં વિતેલા એક માસથી સેલવાસથી દારૃ લાવી વેચતા પાસોદરના યુવાનને સરથાણા પોલીસે સીમાડા નહેર પાસે કારમાંથી  રૃ. ૪૫,૮૫૦ના દારૃ સાથે ઝડપી લીધો હતો. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસે મળેલી બાતમીના આધારે ગત સાંજે સીમાડા નહેર  હરેક્રિષ્ણા વિલેજ હોટલ સામે રોડ ઉપરથી પસાર થતી એસન્ટ કાર  (નં. એમએચ-૦૪-બીવાય- ૨૬૭૯)ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી વિદેશી દારૃની નાની મોટી ૧૮૩ બોટલ અને બિયરના ૪૬ ટીન મળી રૃ. ૪૫,૮૫૦નો દારૃ મળી આવ્યો હતો.

પોલીસે દારૃના જથ્થા સાથે કારચાલક મહેશ નાગજીભાઇ માંગરોળીયા (ઉ.વ. ૩૧, રહે. એ-૧૭, જી-૪, ઓમ ટાઉનશીપ વિભાગ-૫, પાસોદરા ગામ,  કામરેજ, જી. સુરત. મૂળ રહે. અમરેલી) અને સાથે બેસેલી મહિલા અરૃણાબેન જશમંતભાઇ જીવાણી (ઉ.વ. ૪૫, રહે. ૩૦૮, કરૃણાનિધિ રેસીડન્સી, સાવલીયા સર્કલ પાસે, યોગીચોક, સરથાણા, સુરત. મૂળ રહે. ભાવનગર)ની પણ ધરપકડ કરી હતી.

પોલીસે મહેશભાઇની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સાડીનો વેપાર કરતા હતા પરંતુ તેમાં અંદાજીત રૃ. ૨૦ લાખનું દેવું થતાં તેમણે એક માસ અગાઉ દારૃનો ધંધો શરૃ કર્યો હતો. કારમાં દારૃ લાવતી વેળા પોલીસને શંકા ન જાય તે માટે તેમણે અરૃણાબેનને માસિક રૃ. ૮૦૦૦ના પગાર ઉપર રાખ્યા હતા.  અરૃણાબેને જ્યારે પણ મહેશભાઇ દારૃ લેવા જાય ત્યારે સાથે આવવાનું હતું. પોલીસે મહેશભાઇ પાસેથી દારૃ ઉપરાંત કાર, બે મોબાઇલ ફોન વિગેરે મળી રૃ. ૧,૦૮,૮૫૦નો મુદ્દામાલ કબજે કરી મહેશભાઇને દારૃ આપનાર સેલવાસના વિપુલભાઇને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પી.આઇ. એન.ડી. ચૌધરી કરી રહ્યાં છે.

ક્રાઇમબ્રાંચે ગત સાંજે લિંબાયત રત્નપ્રભા સોસાયટીમાં આવેલી આંગણવાડી પાસેથી રૃ. ૧૮,૫૦૦ની કિંમતની વ્હીસ્કીની ૨૦૫ બોટલ, રૃ. ૭૨૦૦ની કિંમતના બિયરના ૭૨ ટીન અને રૃ. ૧૬૦૦ની   કિંમતની દેશી દારૃની ૮૦ બોટલ મળી કુલ રૃ. ૨૭,૩૦૦ના દારૃ સાથે ગોપાલ ઉર્ફે રાવન નાનાભાઇ રાજપૂત (ઉ.વ. ૨૧, રહે. ૧૬૫, રત્નપ્રભા સોસાયટી, આંગણવાડીની બાજુમાં, લિંબપાયત, સુરત. મૂળ રહે. મહારાષ્ટ્ર) અને સાગરસીંગ રજેસીંગ જમાદાર (ઉ.વ. ૨૫, રહે. ૩૫-૩૬, મહારાણા  પ્રતાપ સોસાયટી, ગોડાદરા, સુરત. મૂળ રહે. મહારાષ્ટ્ર)ને ઝડપી લીધા હતા. ક્રાઇમબ્રાંચે દારૃ અને મોબાઇલ ફોન મળી કુલ રૃ. ૩૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી દારૃ મંગાવનાર બુટલેગર રાજુ પાટીલ (રહે. ધીરજનગર, આસપાસ મંદિર પાસે, લિંબાયત, સુરત)ને વોન્ટેડ જાહેર કરી આ અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Post Comments