Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છ વર્ષિય બાળકીનું અપહરણ કરી તેણે પહેરેલી લેગીન્સથી જ ફાંસો આપી દીધો

-બુધવારે વાંકાનેડા ગામે ખેતરમાં નીલગીરીનાં વૃક્ષ પર લટકતી લાશ મળી

બારડોલી, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

પલસાણા તાલુકાના ચલથાણ ગામે અંબિકા નગરમાંથી ગતરાત્રે છ વર્ષની બાળકી ઘરના આંગણામાંથી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. બાળકીને તેણે પહેરેલા લેગીન્સથી જ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ચલથાણ ગામે અંબિકા નગરમાં સંતોષ છોટેલાલ ચૌધરી પત્ની ગુડીયા અને ચાર સંતાનો સાથે રહે છે. અને ટેમ્પાનું ડ્રાઈવીંગ કરે છે. ગતરોજ રાત્રે સંતોષ ચૌધરી (મૂળ રહે-પીપરીટોલા, થાણા- સભાપુર, જિ. સતના, મધ્યપ્રદેશ) ની ત્રીજા નંબરની દિકરી અંજલિ (ઉ.વ.૬) ઘરના આંગણામાં રમતી હતી. રાત્રે ૯ વાગ્યે પણ અંજલિ ઘરમાં ન આવતા સંતોષ ચૌધરી પોતાની પત્ની સાથે અંજલિને શોધવા નીકળ્યો હતો.

સતત બે કલાકની શોધખોળ છતાં અંજલિ ન મળતા રાત્રે ૧૧ વાગે સંતોષ ચૌધરીએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી હતી.

દરમિયાન બુધવારે સવારે ૯ વાગે વાંકાનેડા ગામના સરપંચ કૃણાલસિંહ ગોહિલે કડોદરા પોલીસને જાણ કરી હતી કે વાંકાનેડા ગામની સીમમાં ગુલશન ભાટીયાના બ્લોક નં.- ૫૦, ૫૧ વાળા ખેતરના શેઢા પર નિલગીરીના વૃક્ષ પર બાળકીને ગળેફાંસો આપેલી હાલતમાં લાશ છે.

જે આધારે કડોદરા પોલીસ સ્થળ પર પહોંચતા ગતરાત્રે અપહરણ થયેલી ૬ વર્ષની અંજલિને તેણે પહેરેલા લેગીન્સ વડે ગળે ફાંસો આપી નિલગીરીના વૃક્ષ સાથે લટકાવી દઈ હત્યા કરી હતી.

પોલીસે સ્થળ પર એફએસએલની મદદથી કાર્યવાહી અંજલિની લાશને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ તબીબ સાથે ફોરેન્સીક પીએમની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ અંજલિનું અપહરણ કરી હત્યા કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments