Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જલાલપોર વિધાનસભામાં ૮૨ હજાર કોળી પટેલ મતદારો નિર્ણાયક બનશે

- છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો દબદબો

- વર્તમાન ધારાસભ્ય આર.સી. પટેલ સામે તેના ગામમાંથી જ યુવાનોએ ટિકિટ માંગી

નવસારી, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
જલાલપોર વિધાનસભાની બેઠક પર કોળી પટેલ, માછીમાર, હળપતિ અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. આ બેઠક પર છેલ્લા પાંચ ટર્મથી ભાજપની પકડ છે. જે હવે ઢીલી પડી રહી છે. ૮૨ હજાર કોળી પટેલ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

૧૭૪-જલાલપોર વિધાનસભાની બેઠકમાં કુલ ૨,૧૩,૨૨૬ પૈકી પુરૃષ મતદારો ૧,૧૦,૧૧૩ અને સ્ત્રી મતદારો ૧,૦૩,૦૮૮ છે. મુખ્યત્વે ખેતી, મચ્છીમારી અને પશુપાલન પર આધારિત જીવનધોરણ ધરાવતા આ વિસ્તારના લોકો દરિયા કાંઠે વસે છે. વિશ્વનું ઐતિહાસિક સ્થળ દાંડી જલાલપોરમાં આવેલું છે.

આ બેઠક પર છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. જે સમગ્ર રાજ્યમાં જ દેખાયો છે. ગત વર્ષ- ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના આર.સી.પટેલ વિજેતા થયા હતા. તેમણે તેમના નીકટના હરીફ કોંગ્રેસનાં રણજીતભાઇ પાંચાલને માત્ર ૧૭,૮૧૭ મતે પરાજય આપ્યો હતો. આર.સી. પટેલ સામે ભાજપનાં ભીતરમાં અસંતોષ ફેલાયેલો હતો. જે આજે વધુ જોરશોરમાં સળગી ઉઠયો છે. જેના કારણમાં તેમનો એકાધિકારવાદવાળો સ્વભાવ હોવાનું કહેવાય છે.

વિતેલા પાંચ વર્ષમાં ઝીંગાના સેંકડો તળાવોની વધેલી સંખ્યા, લોકોની દાદ-ફરિયાદની કોઇ સુનવણી નહીં થતી હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. આર.સી.પટેલે ફરીથી દાવેદારી કરી છે. ત્યારે તેમની સામે તેમના જ ગામમાંથી યુવાનોએ ટિકિટ માંગી પડકાર ફેંક્યો છે. જેમાં કૌશિક પટેલ, ધનંજય ભટ્ટ, અનિલ પટેલ, દિનેશ પટેલ, અશોક પટેલે ટિકિટ માંગી છે. જ્યારે કોંગ્રેસમાંથી ધર્મેશભાઇ પટેલ, રણજીત પંચાલ, પરિમલ પટેલ વગેરે નામોની ચર્ચા છે.

ભાજપ આર.સી.પટેલના નિકટના ગણાતા નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ  પટેલ  (નિમળાઇ) અથવા અનિલભાઇ પટેલને અજમાવી શકે છે. જ્યારે કોંગ્રેસ પરિમલ પટેલ અથવા ધર્મેશ ભીમભાઇ પટેલને ટિકિટ આપી શકે છે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે.આ બેઠક પરના ૮૨,૫૦૦ કોળી પટેલ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

Post Comments