Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૩ પેઢીનો હિસાબ નહીં આપનારા ૩ વર્ષનો હિસાબ માંગે છે:સ્મૃતિ ઇરાની

-યાત્રા ૩ કલાક મોડી આવતા કાર્યકરોમાં ભારે નારાજગી

વ્યારા, તા.11 ઓકટોબર 2017,બુધવાર

દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું આજે તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સ્વાગત કરાયુ ંહતું. પ્રમુખ જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં આવેલી યાત્રા સમયથી ત્રણ કલાક મોડી પડતા લોકોમાં નારાજગી વ્યાપી હતી. કન્દ્રીય મંત્રીએ રાહુલ  ગાંધીને આડા હાથે લીધા હતા.

ભાજપની ગુજરાત ગૌરવયાત્રા આજે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં આવી પહોંચી હતી. સમય કરતા ત્રણ કલાક મોડી આવેલી યાત્રાને પગલે કુકરમુંડામાં સ્વાગત માટે ભેગા થયેલા કાર્યકરો અને આસપાસથી આવેલી જનતામાં ભારે નારાજગી જોવા મળી હતી.  સ્વાગત સભા શરૃ થાય તે પૂર્વે દુર-દુરથી આવેલા લોકો નીકળવા લાગ્યા હતાં. સભામાં સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને અમેઠીમાં કોઇ ગાંઠતું નથી એટલે ગુજરાતમાં આવ્યા છે.

ત્રણ-ત્રણ પેઢીથી હિસાબ નહીં આપનારા ત્રણ વર્ષનો હિસાબ માંગે છે. અમેઠીમાં કોંગ્રેસની ત્રણ પેઢીઓ રેલવે લાઇન નથી લાવી શકી એ કામ કેન્દ્રની ભાજપ સરકાર કરવા જઇ રહી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં જેટલા સમય વધુ રહેશે ભાજપને એટલો જ ફાયદો થવાનો છે. ભાજપ ૧૫૦થી વધુ બેઠક મેળવશે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રજાને પછાત રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. ભાજપના રાજમાં જ વિકાસ થયો છે.

ત્યારબાદ ગૌરવયાત્રા આગળ વધી રૃમકી તળાવ ખાતે જાહેરસભા યોજાઇ હતી. એજ રીતે ઉચ્છલ, સોનગઢમાં સ્વાગત સભા અને વ્યારા ખાતે જાહેરસભાનું આયોજન હતું પરંતુ પહેલેથી જ મોડી ચાલતી યાત્રાને લઇ સોનગઢ, વ્યારામાં બાઇક રેલી-સભા માટે થનગનતા કાર્યકરો નિરાશ થયા હતા.

Post Comments