Breaking News
ક્રિકેટર યુસુફ પઠાણ પિતા બન્યો* * *ગુજરાતના મુસ્લિમો મોદી માટે વારાણસીમાં પ્રચાર કરશે* * *મોદીના લગ્નજીવન અંગે રીપોર્ટ ફાઈલ કરવા કોર્ટનો પોલીસને આદેશ * * * આરોપ સાબિત થાય તો ફાંસી માટે તૈયાર પણ માફી નહિ માંગું * * * 2002માં થયેલા ગોધરાકાંડના આરોપો માટે મોદીએ ફરી માફી માંગવાનો ઇનકાર કર્યો * * * પાંચમા તબક્કામાં ૧૨ રાજ્યોની ૧૨૧ બેઠકો પર મતદાન શરુ * * * ઓપિનિયન પોલ સામે મિડિયાને ચૂંટણી પંચની ચેતવણી * * * પોસ્ટ ઑફિસના ખાતેદારોને મળશે નેટ બેન્કિંગ અને એટીએમની સુવિધા

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉકાઇ ડેમની સપાટી રૃલ લેવલને પારઃ વીજ ઉત્પાદન શરૃ કરાયું

જુલાઇ મહિનો પૂર્ણ થાય તે પહેલાં જ

ચાર હાઇડ્રોમાં ૨૪૦૦૦ ક્યુસેક પાણી છોડી રૃલ લેવલ મેઇનટેઇન કરાશેઃ મોડી સાંજે સપાટી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, શનિવાર
કેચમેન્ટ એરીયામાં આ વરસે મેઘરાજાની કૃપાના પગલે પાણીનો જથ્થો સતત ચાલુ રહેતા આજે ઉકાઇ ડેમની સપાટી રૃલ લેવલને પાર કરી ગઇ હતી. આથી બપોરે ૨ વાગ્યાથી જ સત્તાધિશોએ તબક્કાવાર કેનાલ વાટે હાઇડ્રોમાં ૨૪,૦૦૦ ક્યૂસેક પાણી છોડી વીજ ઉત્પાદન શરૃ કરી રૃલ લેવલથી સપાટી નીચી લઇ જવાની કવાયત આદરી છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયાના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગોમાં ચોમાસાની ઋતુ શરૃ થયા બાદ મેઘરાજાની મહેર ચાલુ રહેતાં ડેમમાં સારી એવી પાણીની આવક આવતી રહી છે. ઉકાઇ ડેમની સપાટી ૩૦૬ ફુટ પર સ્થિર હતી. આ સપાટીથી પાણીની આવક શરૃ થઇ હતી અને આજે મોડી સાંજે ૭ વાગ્યે ૩૨૮.૭૩ ફુટ નોંધાઇ હતી. આમ ઉકાઇ ડેમમાં આ વરસે ચોમાસાની ઋતુમાં ૨૨ ફુટ જેટલું પાણી આવ્યું છે.
દરમ્યાન આજે બપોરે ૨ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૨૮.૫૭ ફુટ નોંધાઇ હતી અને ઉકાઇ ડેમનું આજનું રૃલ લેવલ ૩૨૮.૬૦ ફુટ છે. આમ રૃલ લેવલથી સપાટી ટચોટચ થઇ ગઇ હતી. આથી સત્તાધિશોએ બપોરે ૨ વાગ્યાથી જ સપાટી રૃલ લેવલથી નીચી લઇ જવા માટે ચાર હાઇડ્રોમાં ૨૪,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાનું આરંભ્યું હતું. જે સતત ચાલુ રહ્યું છે.
આજે ઉકાઇ ડેમમાં સવારે ૪૦,૦૦૦ ક્યૂસેક ઇનફ્લો ઠલવાતો હતો અને મોડી સાંજે ૭ વાગ્યે ૮૪,૦૦૦ ક્યુસેક પાણી આવતું હતું અને હાઇડ્રો ચાલુ હોવા છતાં ઉકાઇ ડેમની સપાટી રૃલ લેવલને પાર કરીને ૩૨૮.૭૩ ફુટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે.
ઉકાઇ ડેમના સત્તાધિશોના જણાવ્યા મુજબ હાલ ઉપરવાસનો વરસાદ, હથનુર ડેમનું ડિસ્ચાર્જ ધ્યાનમાં રાખી કેટલું પાણી છોડવું કે નહીં છોડવું તેનો નિર્ણય કરાશે. હાલ સપાટી મેઇન્ટેઇન કરવાનું ચાલુ રખાશે.

Post Comments