Breaking News
વડોદરાઃરેલ્વે સ્ટેશન પર પોલીસનુ મેગા સર્ચ ઓપરેશન * * * રાજકોટ: કોર્પોરેશનની બેદરકારીથી નિવૃત કોચનું મોત * * * દ્વારકાઃ નાગેશ્વરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર * * * * ભુજમાં મુસ્લિમ ટોળાનો પોલીસ સ્ટેશનને ઘેરાવ પથ્થરમારામાં ૧૦ પોલીસ ઘાયલ ઃ ભારેલો * * * *

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૈજ્ઞાનિકોએ એક મિનિટ માટે પ્રકાશને રોકી રાખી વિક્રમ સર્જયો

પ્રકાશના કિરણમાં ડેટાનો સંગ્રહ થઇ શકવા આશા

સ્ફટિકમાં પ્રકાશને બંધ રાખી જર્મનીના સંશોધકોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી

બર્લિન, તા. ૨૮
અખિલ સૃષ્ટિમાં સૌથી વધુ ઝડપ ધરાવતા પ્રકાશને એક મિનિટ માટે રોકી રાખવામાં જર્મનીના વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. આ સાથે જ તેમણે અગાઉનો રેકોર્ડ તોડી નવો વિક્રમ રચ્યો છે.
ડાર્મસ્ટેડ્ટ યુનિવર્સિટીનાં સંશોધકોએ પ્રકાશને સ્ફટિકમાં બંધ કરી આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ફિઝિકલ રિવ્યુ લેટર્સ નામના જર્નલમાં આ મહિને પ્રકાશિત થયેલા અહેવાલમાં વૈજ્ઞાાનિકોએ પારદર્શકતા પ્રેરિત ઇલેક્ટ્રોમેગ્નેટિકલી ટેકનિકનો ઉપયોેગ કરી કઇ રીતે પ્રકાશને રોકવામાં આવ્યો તેની સમજ આપી છે. આ સિદ્ધિ મેળવ્યા પછી પ્રકાશના કિરણમાં ડેટાનો સંગ્રહ થઇ શકવાની આશા જાગી છે.
સામાન્ય રીતે એક મિનિટમાં પ્રકાશ ૧.૧ કરોડ માઇલની યાત્રા કરે છે. આ અંતર ચંદ્રની ૨૦ વખત યાત્રા કરવા જેટલું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રેવ્સના ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસર થોમસ ક્રૂસે વિજ્ઞાાનના એક અગ્રણી મેગેઝિનમાં જણાવ્યું હતું કે ૧ મિનિટ ખરેખર ખુબ જ વધારે સમય ગણાય.  આ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.
ભૌતિકવિજ્ઞાનના પ્રોફેસરો થોમસ હાફમેન, ક્રિશ્ચિયન હુબરિક અને પીએચડીના વિદ્યાર્થી જયોર્જ હેન્ઝે પણ આ જ ટેકનિકનો ઉપયોગ કરી ત્રણ પટ્ટીથી બનેલી એક ચિત્રનો સંગ્રહ કર્યો હતો અને ત્યારબાદ પરત મેળવ્યો હતો.સંશોધક જયોર્જ હેન્ઝે જણાવ્યું હતું કે હું તમને બતાવીશ કે તમે પ્રકાશના કિરણ પર જટિલ માહિતી કઇ રીતે અંકિત કરી શકશો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રકાશ આધારિત સંશોધન આગળ વધશે તો એ દિવસો દૂર નથી જ્યારે પ્રકાશના  કિરણમાં ડેટાનો સંગ્રહ થશે અને લાંબા અંતર સુધી મોકલી શકાશે.

Post Comments