Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્ષ ૨૦૧૭ની ટેસ્ટની વર્લ્ડ ઈલેવન

- સ્મિથ સૌથી સફળ : કોહલી અને પૂજારાને સ્થાન મળ્યું

- પર્ફોમન્સના આધારે પસંદ કરવામાંઆવેલી ટીમમાં ૧૨મા ખેલાડી તરીકે રવિન્દ્ર જાડેજા : ડી કોક શ્રેષ્ઠ વિકેટ કિપર

અમદાવાદ, મંગળવાર તા. 02 જાન્યુઆરી 2018

વર્ષ ૨૦૧૭ના ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પર્ફોમન્સને સહારે ટોચનું સ્થાન મેળવનારા સ્ટાર્સની એક વર્લ્ડ ઈલેવન તૈયાર કરવામાં આવે તો ભારતના કેપ્ટન કોહલી ઉપરાંત ચેતેશ્વર પૂજારાને તેમાં અચૂક સ્થાન મળે. જ્યારે વર્ષ દરમિયાન ઓલરાઉન્ડ દેખાવથી ટીમ ઈન્ડિયાની જીતમાં નોંધપાત્ર ફાળો આપનારા રવિન્દ્ર જાડેજાને ૧૨માં ખેલાડી તરીકે આ ટીમમાં સામેલ કરી શકાય. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પણ સાતત્યભર્યો દેખાવ કર્યો છે, જેમાં તેમના કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે સાથે વોર્નર તેમજ સ્પિનર લાયનનો ફાળો વિશેષ રહ્યો હતો. સાઉથ આફ્રિકાના ઓપનર એલ્ગર, વિકેટકિપર બેટ્સમેન ડી કૉક અને ફાસ્ટ બોલર રબાડા વિના આ ટેસ્ટની ડ્રીમઈલેવન પુરી થઈ શકે તેમ નથી. બાંગ્લાદેશના શાકીબ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસન અને ઓલરાઉન્ડર બૅન સ્ટોક્સને પણ ઈલેવનમાં આપોઆપ સ્થાન મેળવવા માટે લાયક છે.

(૧) ડીન એલ્ગર : સાઉથ આફ્રિકાના આ ડાબોડી ઓપનર માટે વર્ષ ૨૦૧૭ ઉત્કૃષ્ટ રહ્યું. વર્ષના પ્રારંભે કેપ ટાઉનમાં શ્રીલંકા સામે ૧૨૯ રનની ઇનિંગ રમી. તે પછી ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડમાં પણ ફોર્મ બતાવ્યું. ઘર આંગણે બાંગ્લાદેશ સામે મેન ઓફ ધ સીરીઝ બનતા ૧૧૯, ૧૮, ૧૧૩ રન બનાવ્યા.
ટેસ્ટ : ૧૨, ઇનિંગ ૨૧, રન ૧૧૨૮, શ્રેષ્ઠ ૧૯૯, એવરેજ ૫૩.૭૧, સદી ૫, અર્ધી સદી ૪

(૨) ડેવિડ વોર્નર : આ વર્ષના પ્રારંભે પાકિસ્તાન સામે લંચ સુધીની રમતમાં ૭૮ બોલમાં સદી ફટકારી હતી. ભારતમાં ૫૬ રનની ઇનિંગને બાદ કરતા નિષ્ફળ રહ્યો પણ બાંગ્લાદેશમાં બે સદી ફટકારીને તેની ટીમને ૧-૧ થી બરાબરીએ રાખી. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન એશિઝમાં ચાર ટેસ્ટમાં ૩૮૫ રન કર્યા છે.
ટેસ્ટ : ૧૧, ઇનિંગ ૨૧, રન ૯૯૭, શ્રેષ્ઠ ૧૨૩, એવરેજ ૪૯.૮૫, સદી ૪, અર્ધી સદી ૪

(૩) ચેતેશ્વર પૂજારા : રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે મેન ઓફ ધ મેચ બનતા ૨૦૨ રન ફટકાર્યા જે બોલ રમવાની રીતે (૫૨૫ બોલ) ભારતીય રેકોર્ડ હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ઇનિંગને સહારે હરાવ્યું. શ્રીલંકા સામે ભારતે ૩-૦ થી શ્રેણી જીતી લેવા સતત બે ટેસ્ટ સદી ફટકારી હતી.
ટેસ્ટ : ૧૧, ઇનિંગ ૧૮, રન ૧૧૪૦, શ્રેષ્ઠ ૨૦૨, એવરેજ ૬૭.૦૫, સદી ૪, અર્ધી સદી ૫

(૪) વિરાટ કોહલી :- ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ૯.૨૦ રનની સરેરાશથી નિષ્ફળ ગયો પણ તે પછી શ્રીલંકા સામે ૭૭૧ રન અને બાંગ્લાદેશ સામેની એક ટેસ્ટમાં ૨૪૨ રન નોંધાવ્યા. વર્ષમાં તેમણે ત્રણ બેવડી સદી ફટકારી.
ટેસ્ટ : ૧૦, ઇનિંગ ૧૬, રન ૧૦૫૯, શ્રેષ્ઠ ૨૪૩, એવરેજ ૭૫.૬૪, સદી ૫, અર્ધી સદી ૧

(૫) સ્ટિવ સ્મિથ :- ત્રીજા વર્ષે ૧૦૦૦ પ્લસ ટેસ્ટ રનથી કેલેન્ડર વર્ષ પુરૃ કર્યું. ભારતમાં ત્રણ સદી સાથે ૪૯૯ રન કર્યા. ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે ચાર ટેસ્ટમાં ૬૦૪ રન ફટકારી ચૂકયો છે. આ એશિઝમાં ૧૪૧ અણનમ બ્રિસ્બેનમાં, ૨૩૯ રનની ઇનિંગ પર્થમાં અને મેલબોર્નમાં ૧૦૨ અણનમ રનની બેટિંગ બતાવી.
ટેસ્ટ : ૧૧, ઇનિંગ ૨૦, રન ૧૩૦૫, શ્રેષ્ઠ ૨૩૯, એવરેજ ૭૬.૭૬, સદી ૬, અર્ધી સદી ૩

(૬) શાકીબ અલ હસન :- ઓલરાઉન્ડર તરીકે ટેસ્ટની ૨૦૧૭ની ઇલેવનમાં સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડમાં ૨૧૭ રનની ઇનિંગ યાદગાર રહી. બાંગ્લાદેશના ઇતિહાસની આ સૌથી મોટા સ્કોરની ઇનિંગ છે. શ્રીલંકાને હરાવવા તેણે ફરી સદી ફટકારી જે બાંગ્લાદેશની ૧૦૦મી ટેસ્ટ હતી. ઓસ્ટ્રેલિયાને સૌ પ્રથમ વખત હરાવતા ટેસ્ટમાં તેણે ૮૪ રન અને ૧૫૩ રનમાં ૧૦ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ : ૭, ઇનિંગ ૧૪, રન ૬૬૫, શ્રેષ્ઠ ૨૧૭, એવરેજ ૪૭.૫૦, સદી ૨, અર્ધી સદી ૩, વિકેટ ૨૯.

(૭) બેન સ્ટોક્સ :- આ ઓલરાઉન્ડરે ઇંગ્લેન્ડને સાઉથ આફ્રિકા સામે ૨-૧ થી ટેસ્ટ શ્રેણી જીતાડવા ૧૧૨ રનની ઇનિંગ રમી. સતત ત્રણ છગ્ગા ફટકારીને તેણે સદી પુરી કરી હતી. નિર્ણાયક ટેસ્ટમાં ૨૨ રનમાં ૬ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ : ૭, ઇનિંગ ૧૨, રન ૫૨૭, શ્રેષ્ઠ ૧૧૨, એવરેજ ૪૩.૯૧, સદી ૨, અર્ધી સદી ૪, વિકેટ ૧૬

(૮) ક્વીન્ટોન ડી કોક : (વિકેટ કિપર), વર્ષમાં સૌથી વધુ કેચ ઝપનાર અને રન બનાવનાર સાઉથ આફ્રિકાના વિકેટ કિપર ૭૩.૨૫ના સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. શ્રીલંકાને હરાવતા ૧૦૧, ૯૧ અને ૯૦ રનનું યોગદાન આપ્યું હતું.
ટેસ્ટ : ૧૨,  રન ૬૧૯, શ્રેષ્ઠ ૧૦૧, એવરેજ ૩૬.૪૧, સદી ૧, અર્ધી સદી ૪, કેચ ૪૫, સ્ટમ્પીંગ ૫

(૯) કાગીસો રબાડા : ૫૭ વિકેટ ઝડપવા સાથે વર્ષનો સૌથી સફળ ફાસ્ટ બોલર રહ્યો. શ્રીલંકા અને ઇંગ્લેન્ડમાં સૌથી પ્રભાવી રહ્યો. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી.
ટેસ્ટ : ૧૧, વિકેટ ૫૭, એવરેજ ૨૦.૨૮, ત્રણ વખત ટેસ્ટમાં પાંચ અને બે વખત ૧૦ વિકેટ

(૧૦) નથાન લાયન :- ૬૩ વિકેટ વર્ષ ૨૦૧૭માં ઝડપી સૌથી સફળ સ્પિનર
ટેસ્ટ ૧૧, વિકેટ ૬૩, શ્રેષ્ઠ ૮/૫૦, એવરેજ ૨૩.૫૫, પાંચ વિકેટ ટેસ્ટમાં પાંચ વખત અને ૧૦ વિકેટ ૧ વખત.

(૧૧) જેમ્સ એન્ડરસન : ૫૦૦ ટેસ્ટ વિકેટ ઝડપી વિશ્વનો ત્રીજો આવો ફાસ્ટર બન્યો. ૩૫ વર્ષીય એન્ડરસન ૧૩૩ ટેસ્ટ રમ્યો છે. ટેસ્ટ : ૧૧, વકેટ ૫૫, પાંચ વિકેટ નિંગમાં ૪ વખત.

(૧૨) રવીન્દ્ર જાડેજા : ટેસ્ટ ૧૦, ઇનિંગ ૨૪, રન ૩૨૮, વિકેટ : ૫૪

Keywords World,XI,of,the,2017,Test,

Post Comments