વોર્નની ઘરવાપસી : રાજસ્થાન રોયલ્સના 'મેન્ટોર' તરીકે નિયુક્તિ
- સૌ પ્રથમ IPL માં રાજસ્થાનને ચેમ્પિયન બનાવેલું
નવી દિલ્હી, તા. ૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર
ઓસ્ટ્રેલિયાના ભુતપુર્વ સ્પિનર અને લેજન્ડ શેન વોર્ન આગામી એપ્રિલથી શરૃ થતી આઈપીએલની ૧૧મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સના 'મેન્ટોર'ની જવાબદારી નીભાવશે. રાજસ્થાન રોયલ્સે આજે વોર્નની નિમણુંક બાબતની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજસ્થાન રોયલ્સ પણ ચેન્નાઇ સુપર કિંગ્સની સાથે બે વર્ષના સસ્પેન્શન બાદ આ વર્ષથી ફરી સામેલ થઈ રહ્યું છે. વોર્નને રાજસ્થાન રોયલ્સે જ ૨૦૦૮ની સૌ પ્રથમ આઈપીએલમાં કોચ અને ખેલાડી તરીકે કરારબદ્ધ કર્યો હતો. તેની કેપ્ટન્સી અને કોચ પદ હેઠળ જ રાજસ્થાન રોયલ્સ સૌ પ્રથમ આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું સિમાચિહ્ન મેળવ્યું હતું. તે પછી વોર્ન કોમેન્ટેટર તરીકે ભૂમિકા ભજવતો હતો. વોર્નને જો કે અન્ય કોઇ ફ્રેન્ચાઇઝીએ તે પછીના વર્ષોમાં કરારબદ્ધ નહતો કર્યો. વોર્નનો આમ પણ રાજસ્થાન રોયલ્સ જોડે આત્મીય જોડાણનો નાતો રહ્યો છે. વોર્ને કહ્યું હતું કે મને આનંદ છે કે ફરી ઘર વાપસી કરી રહ્યો છું. રાજસ્થાન રોયલ્સની ટીમે ભારતને સ્ટાર ખેલાડીઓ આપ્યા છે. હજુ પણ અમારૃ ચેમ્પિયન બનતા સાથે શ્રેષ્ઠ યુવા ક્રિકેટરોને તૈયાર કરવાનું ધ્યેય રહેશે. વોર્ને આઈપીએલની બાવન મેચો રમીને ૫૬ વિકેટ મેળવી હતી.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
પાક. અભિનેતા અલી ઝફર પર ગાયિકા મિશાનો જાતીય શોષણનો આરોપ
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News