Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી શ્રીલંકા અને બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન વચ્ચે બે દિવસીય પ્રેક્ટિસ મેચ

- ચાંદીમલ ભારત પ્રવાસમાં સફળતા મેળવવા માટે ઉત્સુક : બેટ્સમેનોની કસોટી

- કોલકાતામાં સવારે ૯.૦૦થી મેચ : સંજુ સેમસન પ્રેસિડેન્ટ ઈલેવનનો કેપ્ટન

કોલકાતા,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

ભારત પ્રવાસે આવી પહોંચેલી શ્રીલંકાની ટીમ આવતીકાલથી બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. ભારતની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ જીતના સ્વપ્નને સેવી રહેલી શ્રીલંકાની ટીમની કસોટી ભારતના યુવા ખેલાડીઓ કરશે. ચાંદીમલ સહિતના શ્રીલંકાના બેટ્સમેનો ભારતના યુવા સ્પિનરો સામે ટકી શકે છે કે નહિ તે જોવાનું રહેશે. બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવનના કેપ્ટન તરીકેની જવાબદારી સંજુ સેમસનને સોંપવામાં આવી છે. કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીના કેમ્પસમાં આ પ્રેક્ટિસ મેચ સવારે ૯.૦૦ વાગ્યાથી શરૃ થશે.ચાંદીમલ ભારતની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે, ત્યારે તેને શ્રીલંકાના ઈતિહાસમાં ભારતમાં ટેસ્ટ જીતનારા પ્રથમ કેપ્ટન તરીકેનો રેકોર્ડ સર્જવાની તક છે. શ્રીલંકા ટેસ્ટ મેચ અગાઉ પ્રેક્ટિસ મેચમાં પોતાની ક્ષમતાને ચકાસવાનો પ્રયાસ કરશે.આમ તો ભારત અને શ્રીલંકાની પીચો તેમજ વાતાવરણમા ખાસ ફેરફાર હોતો નથી, જેના કારણે પ્રેક્ટિસ મેચ પ્રવાસી ટીમ માટે ટેસ્ટની પૂર્વતૈયારી માટે ઉપયોગી સાબિત થશે તેમ લાગી રહ્યું છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ વ્યુહાત્મક રીતે શ્રીલંકાને ક્વોલિટી સ્પિન બોલિંગ સામે રમવા ન મળે તેનું ધ્યાન રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે.  

બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન માટેની ટીમમાં પસંદગીકારોએ માત્ર હૈદરાબાદ, કેરળ, મધ્ય પ્રદેશ અને પંજાબની ટીમના ખેલાડીઓને જ લીધા છે. જ્યારે બાકીના ટોચના સ્ટાર પ્લેયર્સ કે જેઓ હાલમાં રણજી રમી રહ્યા છે, તેમને ડિસ્ટર્બ કર્યા નથી. જેના કારણે શ્રીલંકાના બેટસમેનોને ભારતના ક્વોલિટી સ્પિનરો સામે રમવાની તક પ્રેક્ટિસ મેચમાં તો નહિ જ મળે તે નક્કી છે. પ્રવાસી શ્રીલંકાની ટીમમાં મેથ્યૂસ અને હેરાથ જેવા બે અનુભવી ખેલાડીઓ છે, કે જેઓભૂતકાળમાં ભારતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને આ પ્રવાસમાં પણ પોતાનું પ્રભુત્વ પાડવા માટે ઉત્સુક છે. શ્રીલંકન ઓલરાઉન્ડર મેથ્યૂસ પાકિસ્તાન સામેની શ્રેણીમાં રમ્યો નહતો, પણ તે ભારત સામેની શ્રેણીમાં ફિટનેસ સાથે પાછો ફર્યો છે. શ્રીલંકાની ટીમમાં પણ લેફર્ટ આર્મ ચાઈનામેન સ્પિનર સનદાકન છે. આ ઉપરાંત ડાબોડી ઓપનર કરુણારત્ને પણ શ્રીલંકાના બેટીંગ યુનિટને મજબુતાઈ પુરી પાડવા માટે કટિબદ્ધ છે. કેપ્ટન ચાંદીમલ તેમજ ડિકવેલા પણ શ્રીલંકાની બેટીંગ લાઈનઅપનો આધાર છે.

બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન : સંજુ સેમસન (કેપ્ટન), અભિષેક ગુપ્તા, આકાશ ભંડારી, અવેશ ખાન, જલજ સક્સેના, જીવનજોત સિંઘ, રવિ કિરન, રોહન પ્રેમ, બી.સંદિપ, તન્મન અગ્રવાલ, સંદીપ વેરિયર, અનમોલપ્રીત સિંઘ. શ્રીલંકા : ચાંદીમલ (કેપ્ટન), ધનંજયા ડી સિલ્વા, ડિકવેલા (વિ.કી.), વી. ફર્નાન્ડો, ગામાગે, હેરાથ, કરૃણારત્ને, લકમાલ, મેથ્યૂસ, ડી.પરેરા, સમરવિક્રમા, સનદાકન, શનાકા, આર.સિલ્વા, થિરિમાને.

Post Comments