Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ધવન ફિટ પણ જાડેજાને વાઈરલ ફિવર

- ભારતીય ખેલાડીઓ સાઉથ આફ્રિકામાં વિજયી પ્રારંભ કરવા સજ્જ

- આવતીકાલથી કેપ ટાઉનમાં પ્રથમ ટેસ્ટ

કેપ ટાઉન,તા.૩ જાન્યુઆી 2018

ભારતીય ક્રિકેટરોએ સાઉથ આફ્રિકાની ભૂમિ પર શરૃ થઈ રહેલી નવા વર્ષની પ્રથમ ટેસ્ટમાં વિજયી પ્રારંભની તૈયારીઓ કરી લીધી છે. સાઉથ આફ્રિકા રવાના થતી વખતે અનફિટ લાગતો ભારતીય ઓપનર શિખર ધવન પ્રથમ ટેસ્ટ માટે ફિટ થઈ ગયો છે. જોકે ટીમ ઈન્ડિયાનો આધારભૂત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તાવમાં પટકાયો છે અને આ કારણે તે પ્રથમ ટેસ્ટમાં રમવા માટે અનિશ્ચિત મનાય છે. જોકે ભારતીય ટીમ ઓવરઓલ સાઉથ આફ્રિકા સામે શુક્રવારથી શરૃ થઈ રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે તૈયાર છે.

વિરાટ કોહલીએ ટીમમાં ભારે આત્મવિશ્વાસ બતાવતા કહ્યું છે કે, ટીમ સાઉથ આફ્રિકામાં પણ વિજયી કૂચ કરવા માટે તૈયાર છે અને અમારા ખેલાડીઓને સારા દેખાવનો ભરોસો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે જાહેરાત કરી હતી કે, ધવન સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને તે પહેલી ટેસ્ટમાં રમવા ઉતરશે. નોંધપાત્ર છે કે, ટીમ સાઉથ આફ્રિકા રવાના થઈ ત્યારે ધવનના પગમાં મોટો પાટો બાંધેલો હતો અને તે સહજતાથી ચાલી પણ શકતો નહતો. જોકે સાઉથ આફ્રિકા પહોંચ્યા બાદ તે જાહેરમાં કોહલી સાથે ભાંગડા કરતો જોવા મળ્યો હતો, જેના કારણે તે ફિટ થઈ જશે તેવી અપેક્ષા હતી. જોકે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીમાર પડી ગયો છે. તેને વાઈરલ ફિવર હોવાનું ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતુ અને તેની હાલત પર બોર્ડની મેડિકલ ટીમ નજર રાખી રહી છે. ભારતીય બોર્ડની તબીબી ટીમે સ્થાનિક ડોક્ટરનો પણ સંપર્ક કર્યો હતો અને જાડેજાને જરુર પડે તો વધુ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી શકે છે. તે આવનારા ૪૮ કલાકમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે તેમ મનાય છે. જોકે તે ટેસ્ટ મેચમા રમશે કે નહિ તેનો નિર્ણય શુક્રવારે મેચ શરૃ થાય તે પહેલા લેવાશે.

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર્સે પ્રેક્ટિસમાં પરસેવો પાડયો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો તો જબરજસ્ત ફોર્મમાં છે અને તેઓએ સાઉથ આફ્રિકામાં વધુ સારા દેખાવનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતનું બોલિંગ આક્રમણ પણ સાઉથ આફ્રિકામાં કમાલ દેખાડવા માટે ઉત્સુક બન્યું છે. ખાસ કરીને સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલરોને અનુકૂળ પીચો પર ટીમ ઈન્ડિયાના ફાસ્ટરો યજમાન ટીમના બેટ્સમેનોને પરેશાન કરશે તે નક્કી છે.

ભારતનો નંબર વનનો તાજ સલામત : રેન્કિંગ પર સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની અસર નહિ
દુબઈ,તા.૩
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી એ દુનિયાની ટોચની બે ટેસ્ટ ટીમો વચ્ચેનો મુકાબલો છે. ટીમ ઈન્ડિયા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન છે. જ્યારે સાઉથ આફ્રિકા બીજા ક્રમે છે. હવે આઇસીસીએ જાહેરાત કરી દીધી છે કે, સાઉથ આફ્રિકા સામેની શ્રેણીનું પરિણામ ગમે તે આવે પણ ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ નંબર વનનો તાજ સલામત રહેશે.  હાલના ટેસ્ટ રેન્કિંગમાં ભારત ૧૨૪ પોઈન્ટ સાથે નંબર વન છે. જ્યારે સાઉથ આફ્રિકા ૧૧૧ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. જો સાઉથ આફ્રિકા ઘરઆંગણે ભારતનો ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટવોશ કરે તો પણ બંને ટીમોના પોઈન્ટ્સ ૧૧૮-૧૧૮ થશે અને ભારત અગાઉ નંબર વન હોવાથી ટોચ પર રહેશે. જો ભારત ત્રણેય ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકાનો વ્હાઈટવોશ કરે તો ટીમ ઈન્ડિયાનું રેટિંગ ૧૨૮ થઈ જશે અને સાઉથ આફ્રિકાનું રેટિંગ ૧૦૭ થઈ જશે.  ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ પછી કોહલી બીજા ક્રમે છે અને તેને કારકિર્દીમાં પહેલી વખત ૯૦૦થી વધુ રેટિંગ પોઈનટ્સ મેળવવાની તક છે.

Post Comments