Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે IPL ફ્રેન્ચાઈઝીઓ રિટેન કરેલા ખેલાડીઓનું લીસ્ટ જાહેર કરશે

- કોહલીને બેંગ્લોર અને ધોનીને ચેન્નાઈ રિટેન કરે તેવી શક્યતા

મુંબઈ,તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભૂતપૂર્વ કેપ્ટન કમ વિકેટકિપર ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી રિટેન કરશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલે આવતીકાલે રાખેલા એક કાર્યક્રમમાં ફ્રેન્ચાઈઝીઓ તેમણે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. ગવર્નિંગ કાઉન્સીલ અગાઉ જાહેરાત કરી ચૂકી છે કે, પ્રત્યેક ફ્રેન્ચાઈઝી મહત્તમ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાંથી ત્રણ ખેલાડીઓ રિટેન થશે. જ્યારે બે ખેલાડીઓને રાઈટ ટુ મેચ કાર્ડની મદદથી ટીમમાં પાછા લાવી શકાશે. 

કોહલીનું સ્થાન બેંગ્લોરની ટીમમાં નિશ્ચિત મનાય છે અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલે ફ્રેન્ચાઈઝીઓને ત્રણ ખેલાડીઓને રિટેન કરવાની છુટ આપતાં બેંગ્લોરની પ્રથમ પસંદગી કોહલી હશે તે નિશ્ચિત છે. જોકે તેઓ ગેલ અને ડિ વિલિયર્સમાંથી કોને રિટેન કરે છે, તે જોવાનું રહેશે. જ્યારે સટ્ટેબાજીની સજા ભોગવીને પાછી ફરી રહેલી ચેન્નાઈની ટીમ પણ તેના કેપ્ટન ધોનીને ટીમમાં જાળવી રાખવાની તૈયારી કરી ચૂકી છે. આવી જ રીતે મુંબઈ ઈન્ડિયન ફ્રેન્ચાઈઝી ટીમના કેપ્ટન રોહિત શર્માને રિટેન કરશે તેમ મનાય છે.જોકે તેની સાથે હાર્દિક પંડયાને પણ તેઓ રિટેન કરે છે કે નહિ તે જોવાનું રહેશે. 

હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી તેના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયનઓપન ડેવિડ વોર્નરને અને સટ્ટેબાજીની સજા ભોગવીને પાછી આવી રહેલી રાજસ્થાનની ફ્રેન્ચાઈઝી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રિટેન કરે તેવી શક્યતા છે. આવતીકાલના રિટેનેશનમાં દરેક ફ્રેન્ચાઈઝી માત્ર ત્રણ જ ખેલાડીઓના નામ જાહેર કરશે. જ્યારે રાઈટ ટુ મેચ કાર્ડ હેઠળ તેઓ બે ખેલાડીઓને ટીમમાં સમાવી શકશે, પણ આ કાર્ડનો ઉપયોગ હરાજીના સમયે જ થશે.  આઇપીએલે તેની સેલેરી કેપમાં પણ વધારો કર્યો છે અને હવે તે ૨૦૧૮ માટે રૃપિયા ૮૦ કરોડની કરી દેવામાં આવી છે. જે આવતા વર્ષે ૮૨ કરોડ થશે અને ત્યાર બાદના વર્ષે ૮૫ કરોડ રૃપિયા પર પહોંચશે.
 

Post Comments