Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી સીડનીમાં એશિઝનો આખરી મુકાબલો

- ઓસ્ટ્રેલિયાને શ્રેણી ક્લિન સ્વિપ કરવાની આશા

- ઈંગ્લેન્ડ માટે પ્રતિષ્ઠા જંગ : સવારે ૫.૦૦થી મેચ

સીડની,તા.૩ જાન્યુઆી 2018, બુધવાર

એશિઝમાં ૩-૦થી અજેય સરસાઈ મેળવી ચૂકેલું ઓસ્ટ્રેલિયા આવતીકાલે ઈંગ્લેન્ડ સામે શ્રેણીના આખરી મુકાબલામાં મેદાન પર ઉતરશે. બ્રેસ્ટ કેન્સરની સામે ગ્લેન મેક્ગ્રાના ફાઉન્ડેશન લડતના મેસેજ સાથે સીડની ટેસ્ટમાં ગુલાબી રંગનું વિશેષ મહત્વ જોવા મળશે. ઓસ્ટ્રેલિયા વિજય સાથે એશિઝનો અંત આણવાની કોશીશ કરશે. જ્યારે ઈંગ્લેન્ડ માટે મેલબોર્ન ટેસ્ટમાં લડાયક દેખાવ સાથે ડ્રો પરીણામ મેળવ્યા બાદ સમ્માન ખાતર આખરી ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરશે.

ભારતીય સમય પ્રમાણે સવારે પાંચ વાગ્યાથી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.  સ્ટીવ સ્મિથની આગેવાનીમાં એશિઝ પાછી મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને હવે પાંચમી અને આખરી ટેસ્ટમાં જીત મેળવીને ક્લિન સ્વિપ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ઓસ્ટ્રેલિયાએ તેની આખરી ટેસ્ટ માટેની પ્લેઈંગ ઈલેવનમાં મિચેલ સ્ટાર્સને સામેલ કરી લીધો છે. તેને જેક્સન બર્ડના સ્થાને ટીમમાં સમાવી લેવાયો છે. મેલબોર્નમાં સ્ટાર્ક ઈજાના કારણે રમી શક્યો નહતો અને તેનું સ્થાન જેક્સન બર્ડે લીધુ હતુ. જોકે તે ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો.

ઓસ્ટ્રેલિયાએ આ ઉપરાંત ફિંગર સ્પિનર અગરને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય પણ લીધો છે અને સ્ટાર્સ સિવાય ટીમમાં અન્ય કોઈ પરિવર્તન કર્યું નથી. પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમને ફાસ્ટ બોલર વોક્સની ઈજાના કારણે આંચકો સહન કરવો પડયો છે. વોક્સ આખરી ટેસ્ટ મેચ ગુમાવશે અને તેના સ્થાને ટોમ કરનને વધુ એક ટેસ્ટ રમવા મળશે તેમ મનાય છે. જ્યારે સીડનીની પીચ પરંપરાગત રીતે સ્પિનરોને મદદગાર હોય છે, આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડે નિયમિત સ્પિનર મોઈન અલીની સાથે સાથે યુવા સ્પિનર મસોન ક્રેનને રમાડવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયા (સંભવિત) : બૅનક્રોફ્ટ, વોર્નર, ખ્વાજા, સ્મિથ (કેપ્ટન), શોન માર્શ, મિચેલ માર્શ, પૈન (વિ.કી.), સ્ટાર્ક, કમિન્સ, હેઝલવૂડ, લાયન.
ઈંગ્લેન્ડ (સંભવિત) : કૂક, સ્ટોનમેન, વિન્સ, રૃટ (કેપ્ટન), મલાન, બારિસ્ટો (વિ.કી.), મોઈન અલી, કરન, બ્રોડ, ક્રેન, એન્ડરસન.
 

Post Comments