Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ભારતને સાઉથ આફ્રિકાની ભૂમિ પર પહેલી વન ડે શ્રેણી જીતવાની તક

- કોહલીની આગેવાનીમાં ભારત વધુ એક રેકોર્ડ સર્જવા માટે તૈયાર

- જોહનીસબર્ગમાં સાંજે ૪.૩૦થી મેચનો પ્રારંભ : ભારતની 'સ્પિન મિસ્ટ્રી' ઉકેલવા સાઉથ આફ્રિકાની મથામણ

જોહનીસબર્ગ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

કુલદીપ યાદવ અને ચહલની કાતિલ સ્પિન બોલિંગને સહારે જીતની હેટ્રિક સર્જી ચુકેલી ટીમ ઈન્ડિયા હવે આવતીકાલે રમાનારી સાઉથ આફ્રિકા સામેની ચોથી વન ડેમાં ઐતિહાસિક શ્રેણી વિજયના નિર્ધાર સાથે મેદાન પર ઉતરશે. અગાઉ કોઈ પણ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની ભૂમિ પર દ્વિપક્ષિય વન ડે શ્રેણી જીતી શકી નથી, ત્યારે ઈન ફોર્મ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારત વધુ એક સિદ્ધિનું શિખર સર કરવા તરફ મીટ માંડી રહ્યું છે. જ્યારે ટોચના સ્ટાર્સની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનો કુલદીપ અને ચહલની 'સ્પિન મિસ્ટ્રી' સામે શરૃઆતની ત્રણેય વન ડેમાં લાચાર જોવા મળ્યા હતા. હવે તેઓ વધુ સારા દેખાવના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. સાઉથ આફ્રિકા માટે આવતીકાલનો મુકાબલો કરો યા મરોનો બની રહેશે અને શ્રેણી જીવંત રાખવા માટે તેમણે જીતવું અનિવાર્ય બની ગયું છે. જોહનીસબર્ગમાં રમાનારી ડે-નાઈટ વન ડેનો પ્રારંભ થશે, ત્યારે ભારતમાં સાંજના ૪.૩૦ વાગ્યા હશે. ટીમ ઈન્ડિયા તો તેના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં દેખાતી નથી. જોકે સાઉથ આફ્રિકાનો યંગ કેપ્ટન માર્કરામ સફળતાની તલાશમાં કેટલાક ફેરફારો સાથે મેદાન પર ઉતરી શકે છે. સાઉથ આફ્રિકાના સિનિયર બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે રમવું પડશે. શરૃઆતની ત્રણેય વન ડેની હાર માટે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનો ધબડકો જવાબદાર બન્યો હતો અને હવે તેઓ વધુ સારી બેટીગના ઈરાદા સાથે મેદાન પર ઉતરવા તૈયારી કરી રહ્યા છે.

કેપ્ટન કોહલી વિનિંગ કોમ્બિનેશનની સાથે છેડછાડ નહિ કરે
ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ અને લેગસ્પિનર ચહલે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ત્રણ વન ડેમાં ભારતની જીતમાં સિંહફાળો આપતાં કુલ મળીને ૨૧ વિકેટ ઝડપી છે. ભારતીય કેપ્ટન કોહલીએ પણ શાનદાર ફોર્મ દર્શાવ્યું છે. જેના કારણે હાલના તબક્કે તો ભારતીય ટીમમાં કોઈ પરિવર્તન કરવામાં નહિ આવે તે નક્કી લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયાનું પ્રથમ લક્ષ્ય સાઉથ આફ્રિકાની ભૂમિ પર પહેલી વખત શ્રેણી જીતવાનું છે. ભારત ઈ.સ. ૧૯૯૨થી અત્યાર સુધી છ વખત સાઉથ આફ્રિકા પ્રવાસમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમ્યું હતુ અને તમામ હાર્યું હતુ, જોકે આ સાતમા પ્રવાસમાં કોહલીની ટીમ નવો ઈતિહાસ રચવા માટે તૈયારી કરી રહી છે.

ડી વિલિયર્સનું પુનરાગમન પણ રમવા માટે અનિશ્ચિત
ભારત સામેની વન ડે શ્રેણીના પ્રારંભ સાથે ડી વિલિયર્સ આંગળીની ઈજાના કારણે શરૃઆતની ત્રણ વન ડેમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી ડુ પ્લેસીસ અને ડી કૉક ભારત સામેની આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. જેના કારણે સાઉથ આફ્રિકા નબળું પડી ગયું હતુ. હવે સાઉથ આફ્રિકાના પસંદગીકારોએ આખરી ત્રણ વન ડે માટેની ટીમમા ડી વિલિયર્સને સ્થાન આપ્યું છે. જોકે ડી વિલિયર્સ ચોથી વન ડેમાં રમવા માટે અનિશ્ચિત મનાય છે. યુવા કેપ્ટન સફળતાની તલાશમાં બેહાર્ડિનને  ઝોન્ડોના સ્થાને સમાવી શકે છે. જ્યારે બોલિંગ યુનિટમાં મોર્ની મોર્કેલનું પુનરાગમન થઈ શકે છે.

સાઉથ આફ્રિકા 'પિંક ડે' વન ડેમાં પાંચ વર્ષથી હાર્યું નથી
ઓસ્ટ્રેલિયામાં જેમ ન્યુ યરની સિડની ટેસ્ટ 'પિંક ટેસ્ટ' તરીકે ઓળખાય છે અને ગ્લેન મેક્ગ્રાનું ફાઉન્ડેશન આ ટેસ્ટમાં પિંક રંગ થકી લોકોમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનું તેમજ તેના દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનું કામ કરે છે, તેવી જ રીતે સાઉથ આફ્રિકા પણ બ્રેસ્ટ કેન્સરની અવેરનેસ તેમજ તેના માટે ફંડ એકઠું કરવા માટે પિંક ડેની ઉજવણી થાય છે અને આવતીકાલે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ગુલાબી (પિંક) રંગનો ડ્રેસ પહેરીને રમવા ઉતરશે. તેઓ પિંક ડે પર રમાયેલી વન ડેમાં છેલ્લા પાંચ વર્ષથી હાર્યા નથી અને આવતીકાલે તેઓ આ રેકોર્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ભારત : કોહલી (કેપ્ટન), ધવન, રોહિત શર્મા, રહાણે, ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, જાધવ, ધોની (વિ.કી.), હાર્દિક પંડયા, ચહલ, કુલદીપ, અક્ષર પટેલ, બી.કુમાર, જસપ્રીત બુમરાહ, શમી અને શાર્દૂલ ઠાકુર.

સાઉથ આફ્રિકા : માર્કરામ (કેપ્ટન), અમલા, ડી વિલિયર્સ, ડયુમિની, તાહીર, મીલર, મોર્ની મોર્કેલ, મોરીસ, એનગિડી, ફેલુકવાયો, રબાડા, શમ્સી, ઝોન્ડો, બેહાર્ડિન, ક્લાસેન ( વિ.કી.).

Post Comments