એક ઇર્ષાળુ વર્ગ એવો છે જેે ધોનીની કારકિર્દીનો અંત આવે તેમ ઇચ્છે છે
- કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના ટીકાકારોની ઝાટકણી કાઢી : ''જે લેજન્ડ હોય તેની જ ટીકા અને ચર્ચા થાય, ધોનીની મહત્તા અમારે માટે શું છે તે અમે જાણીએ છીએ''
નવી દિલ્હી, તા. ૧૦ નવેમ્બર શુક્રવાર 2017
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના બચાવમાં સખ્ત તીવ્ર શબ્દોમાં તેના ટીકાકારોને જવાબ આપ્યો છે કે જેઓને પણ ધોની ભારતની વન ડે અને ટ્વેન્ટી-૨૦ ટીમમાં બોજારૃપ લાગતો હોય તેમાંના ઘણા એવા છે જેઓને ધોનીની ઇર્ષા થતી હોય તેમ લાગે છે. ધોનીના ખરાબ કે પડતીના દિવસો આવે તેમ આ વર્ગ ઇચ્છે છે.
શાસ્ત્રીએ ધોનીની ભરપુર પ્રશંસા કરતા કહ્યું કે ધોનીની વિશેષ ટીમ માટે રમતો કોઇ ખેલાડી નથી. તે અલ્ટીમેટ ટીમમેન છે. એવા ઘણા છે જેઓ ધોનીની કારકિર્દી પર હવે પૂર્ણવિરામ લાગી જાય તેમ ઇચ્છે છે પણ મહાન ખેલાડીઓ તેમનું ભાવિ ખુદ નક્કી કરતા હોય છે.
ભારતે ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાં વિજય મેળવ્યો તે પછી લક્ષ્મણ, અગરકર અને આકાશ ચોપડા જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોએ એવી કોમેન્ટ કરી હતી કે પસંદગીકારોએ ટી-૨૦માં ધોનીના સ્થાને યુવા ખેલાડીને રમાડવો જોઇએ.
ધોનીના ૩૭ બોલમાં ૪૯ રન બીજી ટી-૨૦માં નોંધાયા તેને એકલાને જ ન્યુઝીલેન્ડ સામેની બીજુ ટ્વેન્ટી-૨૦માં ભારતની હાર માટે આ ભૂતપૂર્વ ક્રિકેટરોએ જવાબદાર ગણાવતા ગાવાસ્કરે ધોનીનો જોરદાર બચાવ કરતા કહ્યું હતું કે પરાજય માટે ધોની એકલો જ કેમ જવાબદાર? યુવા ક્રિકેટરોના નબળા પ્રદાનની કેમ કોઇ નોંધ નથી લેતું?
કેપ્ટન કોહલીએ પણ ધોનીના સમર્થનમાં નિવેદન કર્યું છે કે ટીમનો દેખાવ સારો ના હોય ત્યારે દોષનો ટોપલો તેના પર ઓઢાડી દેવો યોગ્ય નથી.
શાસ્ત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ધોનીના ટીકાકારોને ચીમકી આપી દેતા કહ્યું છે કે અમે ધોનીના ટીકાકારોની નોંધ નથી લેતા. ધોની અમારી નજરે શું છે તે અમે જાણીએ છીએ. પહેલા તે મહાન કેપ્ટન હતો અને હવે તે શ્રેષ્ઠત્તમ ટીમમેન છે.
ધોની મહાન છે તેથી જ તે હંમેશા ચર્ચામાં રહેવાનો. તમારી કારકિર્દી શ્રેષ્ઠ હોય તો જ તમે ટેલિવિઝનની ચર્ચાના વિષય બનો છો. છેલ્લાં એક વર્ષમાં ધોનીની વન-ડે મેચોની સરેરાશ ૬૫ રનની રહી છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેના શ્રેણી વિજયમાં ધોનીનું ઉલ્લેખનીય યોગદાન છે તેમ શાસ્ત્રીએ કહ્યું હતું.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News