Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શમી પર ફિક્સિંગનો આક્ષેપ : દુબઈમાં પાક. યુવતી પાસેથી નાણાં લીધા હતા

- શમીની પત્ની હસિના જહાંની વિસ્ફોટક કોમેન્ટ : શમી દેશની સાથે પણ બેવફાઈ કરી શકે

કોલકાતા, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને અનેક યુવતીઓ સાથે સેક્સ સંબંધ હોવાની પોલીસ ફરિયાદ કરતાં તેની પત્ની હસિના જહાંએ ભારતીય ફાસ્ટ બોલર પર ઘરેલું હિંસાનો આરોપ પણ મૂક્યો છે. જોકે શમીએ તમામ આક્ષેપોને ફગાવતા પોતે કોઈ ષડયંત્રનો શિકાર બન્યો હોવાનો ખુલાસો કર્યો હતો. શમીના આ ખુલાસા બાદ તેની પત્નીએ ફિક્સિંગનો આક્ષેપ મૂકતા એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, શમી દેશની સાથે પણ બેવફાઈ કરી શકે છે. હસિના જહાંએ ઊમેર્યું કે, શમીએ દુબઈમાં આલિશ્બા નામની પાકિસ્તાની યુવતી પાસેથી નાણાં લીધા હતા. મારી પાસે તે અંગેના પુરાવા પણ છે.

હસિના જહાંએ એવો સવાલ પણ કહ્યો કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બુક કરેલી હોટલમાં ખેલાડીઓની પાસે કેવી રીતે કોઈ અજાણી યુવતી પહોંચી ગઈ ? શમીની બેવફાઈથી શરૃ થયેલો મામલો હવે વધુ ગંભીર બની ગયો છે. મીડિયામાં વહેતા અહેવાલ અનુસાર શમીનો એક ખાનગી ફોન તેની પત્ની હસિના જહાંના હાથમાં આવી ગયો હતો, જેમાં તેની અન્ય યુવતીઓ સાથેના ટેક્સ્ટ મેસેજીસ હતા. આ પછી શમીની જિંદગીમાં ઝંઝાવત સર્જાયો છે.

પાકિસ્તાનની યુવતી અલિશ્બા કોણ છે ?

હસિના જહાંએ કહ્યું કે, જેને દુબઈમાં શમીને નાણાં આપ્યા તે અલિશ્બા પાકિસ્તાનના કરાચીની યુવતી છે. શમી તેને બોલાવે છે. તેના માટે રુમ બુક કરાવે છે. તેની સાથે સંબંધ બાંધે છે અને પછી શમી એવો ખુલાસો કરે છે કે, અલિશ્બાએ તેને નાણાં આપ્યા છે. યુકેમાં રહેતા મોહમ્મદ ભાઈએ અલિશ્બા મારફત શમીને નાણાં પહોંચાડયા હતા. તેને શા માટેના નાણા આપવામાં આવ્યા, તે મને ખબર નથી. મને આ અંગે શમીએ ક્યારેય કશુ જણાવ્યું નથી.

'ઈંગ્લેન્ડના મોહમ્મદભાઈએ શમીને નાણાં અપાવ્યા'
મને લાગે છે કે, હસિના જહાં માનસિક સંતુલન ખોઈ ચૂકી છે : મોહમ્મદ શમી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તેની પત્ની હસિના જહાંએ દુબઈમાં પાકિસ્તાનની યુવતી પાસેથી નાણાં લેવાનો આરોપ મૂકતાં સનસનાટી મચી ગઈ હતી. જેનો જવાબ આપતાં શમીએ કહ્યું હતુ કે, તેણે ફિક્સિંગના જે કોઈ આક્ષેપો મૂક્યા છે,તેના પુરાવા આપવા પડશે. મારો આખો પરીવાર હસિના જહાંનો સંપર્ક કરવાની કોશીશ કરી રહ્યો છે,પણ તેની સાથે કોઈ સંપર્ક થતો નથી. મને લાગે છે કે, તે માનસિક સંતુલન ખોઈ ચૂકી છે.

શમીએ ઊમેર્યું કે, તે કોઈ પર સબુત વિના જ બેફામ આરોપો મૂકી રહી છે. તેણે એ જણાવવું જ પડશે કે અચાનક એવું તો શું થઈ ગયું કે, તે મારા પર ગંભીર આરોપ મૂકવા માંડી. જો આ બધુ ત્રણ વર્ષથી ચાલતું હતુ તો તેણે પહેલા કેમ આ બધુ ન કહ્યું.

'કારમાંથી મળેલો ફોન મારો નથી'

શમીએ એમ પણ કહ્યું હતુ કે, મારી કારમાંથી જે ફોન કથિત રીતે મારી પત્નીને મળ્યો હોવાનું કહેવાય છે, તે હકીકતમાં મારો નથી. આ મામલે તપાસ થવી જોઈએ કે કારમાંથી મળેલો ફોન કોનો છે?  તેણે ઊમેર્યું કે, મને લાગે છે કે તેમના દિમાગમાં કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. અમે ઈચ્છતા હતા કે, ઘરનો મામલો ઘરમાં જ પતી જાય, પણ હવે જ્યારે તેણે કાર્યવાહી શરૃ કરી દીધી છે, તો હું પણ જવાબી કાર્યવાહી હાથ ધરીશ. મારી પરના તમામ આક્ષેપો ખોટા છે અને હું તપાસ માટે તૈયાર છું.

શમીએ કબુલ્યું કે મેં નાણાં લીધા હતા

ફિક્સિંગનો આડકતરો આક્ષેપ મુકવાની સાથે હસિના જહાંએ કહ્યું કે, અલ્લાહ ન કરે કે આવું કંઈક (ફિક્સિંગ જેવું) હોય, પણ જો તે મારી સાથે ફ્રોડ કરી શકે તો દેશની સાથે પણ ફ્રોડ કરી શકે છે.મારી પાસે સબુત છે. તમે જઈને દુબઈની એ હોટલમાં જુઓ કે તે ચોક્કસ તારીખે શમીએ સિંગલ એડલ્ટ નામથી રુમ બુક કરાવ્યો હતો કે નહિ. શમીએ શેના નાણાં લીધા ? મારી પાસે રેકોર્ડિંગ છે. જ્યારેમેં તેની સાથે આ અંગેની વાત કરી ત્યારે તેણે કબુલાત કરી કે, હા મેં નાણા લીધા હતા. જોકે મોહમ્મદ ભાઈ કોણ છે?  શું કરે શે ? અલિશ્બાની સાથે નાણાંનું શુ કનેક્શન છે ? તે બધા પ્રશ્નોના જવાબ હવે શોધવાનાછે.

Post Comments