Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તેંડુલકરે પ્રોડયુસરને કહ્યું, મારી બાયોપિકમાં હું અભિનય નહિ કરૃ

- શરૃઆતના ઈનકાર બાદ સચિન આખરે ફિલ્મમાં કામ કરવા તૈયાર થયો હતો

- સચિને તેની ફિલ્મ પિતા અને ભાઈને અર્પણ કરી

નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ભારતના લેજન્ડરી સુપરસ્ટાર સચિન તેંડુલકરને જ્યારે તેની બાયોપિકમાં અભિનય કરવા માટે પહેલી વખત એપ્રોચ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો હતો. સચિને આ રહસ્ય ખોલતા કહ્યું હતુ કે, વર્ષ ૨૦૧૨માં જ્યારે પહેલી વખત બાયોપિકના પ્રોડયુસર મારા જીવન પર ફિલ્મ બનાવવાના વિચારની સાથે આવ્યા ત્યારે મેં તેમને જણાવી દીધું હતુ કે, હું આ ફિલ્મમાં કામ કરવાનો નથી. જોકે ત્યાર બાદ સચિન તેંડુલકર ફિલ્મમાં અભિનય માટે તૈયાર થયો હતો. સચિનની બાયોપિક 'સચિન : અ બિલિયન ડ્રીમ્સ' તા. ૨૬મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 
 
સચિન તેંડુલકરે તેની બાયોપિક તેના પિતા રમશે તેંડુલકર અને ભાઈ અજીત તેંડુલકરને અર્પણ કરી હતી. ભારતના લેજન્ડરી ક્રિકેટરે કહ્યું કે,  વર્ષ ૨૦૧૨માં જ્યારે પહેલી વખત મારી સમક્ષ આ પ્રસ્તાવ આવ્યો ત્યારે હું અંદરથી મુંઝવણ અનુભવતો હતો. તે સમયે મારા વિશે વાત કરતા મને થોડું અજુગતુ લાગતુ હતુ. આ જ કારણે હું મારા વિશેની વાત અન્ય કોઈ કહે તેમ ઈચ્છતો હતો.
 
હું હંમેશા ક્રિકેટ રમવા ઈચ્છતો હતો અને ત્યાર બાદ ધીરે ધીરે જે કંઈ મળ્યું તે બધાની સામે છે. આ ફિલ્મ મારી સપના પાછળની દોડ અને તેને હાંસલ કરવાના સંઘર્ષ અને આનંદને દર્શાવે છે. મારુ પોતાનું સ્વપ્ન એ મારું એકલાનું નહતુ, પણ દેશના એક અબજથી વધુ લોકોનું હતુ. 
 
સચિન-અંજલીનો રોમાંસ પણ જોવા મળશે
સચિને એમ પણ ઊમેર્યું કે, આ ફિલ્મમાં પ્રેક્ષકો મારો અંજલી સાથેનો રોમાન્સ પણ જોઈ શકશે. અમારી મુલાકાત કેવી રીતે થઈ અને આ મુલાકાત કેવી રીતે જિંદગીનું સંભારણું બની રહી તેનું પણ સુંદર ફિલ્માંકર કરવામાં આવ્યું છે. બાયાપિકમાં એવા ઘણા કિસ્સા દર્શાવવામાં આવ્યા છે કે જે અગાઉ ક્યારેય બહાર આવ્યા નથી. આ ફિલ્મમાં ઘણી બાબતો દર્શાવવામાં આવી છે, જે અગાઉ મેં મારા પરીવારની સાથે આ અંગે વાતચીત પણ કરી હતી. અમારો સૌથી પાયાનો ઉદ્દેશ્ય એ છે કે, ક્રિકેટ ચાહકોને ફિલ્મમાંથી કંઈ સંદેશ મળવો જોઈએ.

Post Comments