Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેડમિંટનમાં વર્લ્ડ નંબર વન બનવા તરફ સિંધુની નજર

મુંબઈ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ હવે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવા તરફ મીટ માંડી છે. સિંધુએ કહ્યું છે કે, તેનું ટાર્ગેટ ચાલુ વર્ષના અંત સુધીમાં નંબર વનનું સ્થાન મેળવી લેવા તરફ છે. સિંધુને મુંબઈ સ્થિતિ ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયાની હોનરરી મેમ્બરશીપ આપવામાં આવી હતી.
 
સિંધુએ કહ્યું કે, રિયો ઓલિમ્પિકમા મેડલ જીત્યા બાદ મારું લક્ષ્ય સુપર સિરિઝ ટુર્નામેન્ટ જીતવા તરફ હતુ અને ચાઈના ઓપન જીતવાની સાથે તે પણ પુરુ થયું. આ પછી ઈન્ડિયન ઓપન જીતવાના કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હાલના રેન્કિંગમાં હું ટોચના બે સ્થાન ધરાવતી ખેલાડીઓની નજીક છું અને હવે હજુ આગળ વધવા માગુ છું. 
 
ભારતીય ટીમ હવે તા. ૨૧મી મેથી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે શરૃ થઈ રહેલા સુદીરમાન કપમાં ભાગ લેવા માટે જવાની છે. સિંધુએ કહ્યું હતુ કે, અમારે સુદીરમાન કપમાં ઈન્ડોનેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોનો સામનો કરવાનો છે, જેમાં અમે જીતીશું તેવી આશા છે. આ ટુર્નામેન્ટ મિક્સ ટીમ ઈવેન્ટ છે, જેના કારણે છોકરાઓ અને છોકરીઓએ તેમાં વિજયી દેખાવ કરવો પડશે. 
 
સાયના નેહવાલે સુદીરમાન કપમાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. જે અંગે સિંધુએ કહ્યું કે, અમારે સિંગલ્સ અને ડબલ્સમાં એક ખેલાડીની જરુર પડશે. સાયનાની ગેરહાજરીને કારણે અમને કોઈ મુશ્કેલી નહિ પડે. 
 

Post Comments