Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શારાપોવા વિમ્બલ્ડનના વાઈલ્ડ કાર્ડ માટે રજુઆત નહિ કરે

- ફ્રેન્ચ ઓપનમાં વાઈલ્ડ કાર્ડ ન મળતાં શારાપોવાનો નિર્ણય

- વિમ્બલ્ડનના ક્વોલિફાયર્સમાં રમશે

લંડન, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ડોપિંગનો પ્રતિબંધ ભોગવીને પુનરાગમન કરનારી રશિયન ટેનિસ સ્ટાર શારાપોવાને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમના આયોજકોએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ન આપવાની જાહેરાત કરી હતી, જે પછી શારાપોવાએ સામે ચાલીને વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં વાઈલ્ડ કાર્ડ મેળવવા માટે રજુઆત ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે શારાપોવા વિમ્બલ્ડનના ક્વોલિફાયર્સમાં રમવાની છે. 
 
ગત મહિને જ ટેનિસમાં પુનરાગમન કરનારી શારાપોવા તેના રેન્કિંગમાં સુધારો કરી શકી નહતી અને આ જ કારણે તેને વિમ્બલ્ડનમાં એન્ટ્રી મળી શકી નહતી. જો શારાપોવાએ વિમ્બલ્ડનના મેઈન ડ્રોમાં વાઈલ્ડ કાર્ડને સહારે પ્રવેશવાની વિનંતી કરી હોત તો તે અંગે વિચારણા થઈ શકે તેમ હતી. જોકે શારાપોવાએ પોતાની વેબસાઈટમાં જાહેરાત કરી દીધી છે કે, મારા રેન્કિંગમાં સુધારો ન થઈ શક્યો હોવાથી હું રોહામ્પટનમાં યોજાનારા વિમ્બલ્ડન ક્વોલિફાયર્સમાં ભાગ લેવાની છું.
 
શારાપોવા હાલ વર્લ્ડ રેન્કિંગમાં ૨૧૧મો ક્રમાંક ધરાવે છે અને તે ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ્સમાં સીધો પ્રવેશ મેળવી શકી નથી. વિમ્બલ્ડનની વાઈલ્ડ કાર્ડ સમિતિની મિટિંગ તા ૨૦મી જુને મળવાની છે. જોકે તે પહેલા જ તેણે વાઈલ્ડ કાર્ડ માટે રજુઆત ન કરવાની જાહેરાત કરીને ઈંતેજારીનો અંત લાવી દીધો હતો.

Post Comments