Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેહવાગે પોતાના માનીતા સપોર્ટ સ્ટાફને કરારબદ્ધ કરવાનો આગ્રહ કર્યો હતો

- સેહવાગના સપોર્ટ સ્ટાફના પ્રસ્તાવથી કોહલી નારાજ હતો

નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચની રેસમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર સેહવાગને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. તે  ચીફ કોચ તરીકે સેહવાગને કેમ રીજેક્ટ કર્યો તે અંગેનું રહસ્ય ખુલ્યું છે.

એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે,  સેહવાગે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે અરજી કરતાં અગાઉ કેપ્ટન કોહલી સાથે વાત કરી હતી અને તેણે પોતાના સપોર્ટ સ્ટાફને પણ તેની સાથે કરારબદ્ધ કરવાનો આગ્રહ કર્યો હતો, જેનાથી કોહલી નારાજ થયો હતોઅને આખરે સેહવાગ રિજેક્ટ થયો હતો.

સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, કિંગ્સ ઈલેવન પંજાબના મેન્ટર તરીકેના અનુભવના કારણે સેહવાગ ભારતીય ટીમનો કોચ બનવા માટે ઉત્સાહિત હતો. તેમાં ય ભારતીય ક્રિકેટ બોર્ડના ઓફિસિઅલે તેને કોચ બનવા માટે ઉમેદવારી નોંધાવવાનું કહ્યું તે પછી તેણે આ મામલે ગંભીરતાથી વિચારણા હાથ ધરી હતી.તેણે આ અંગે ભારતીય કેપ્ટન કોહલી સાથે સીધી વાત કરી હતી. સેહવાગ અને કોહલી બંને દિલ્હી તરફથી રમી ચૂક્યા છે. આ રીતે કોહલી સેહવાગનો જુનિયર છે.

સેહવાગે આ અંગે કોહલી સાથે વાત કરી ત્યારે કોહલીએ તેને આવકાર્યો હતો. જોકે સેહવાગે કોહલીને એમ પણ જણાવ્યું કે, તે પોતાની સાથેના ફિઝિયોથેરાપીસ્ટ અમિત ત્યાગી અને કિંગ્સ ઈલેવન પંજાબના બેટીંગ કોચ મિથુન મન્હાસને પણ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં સામેલ કરવામાં માગે છે. સેહવાગની આ માગ કોહલીને ગળે ઉતરી નહતી. તેણે કહ્યું હતુ કે, સેહવાગ પાજી, મને તમારા માટે ઘણો આદર છે, આ માટેનું એક પ્રોફેશનલ સેટઅપ છે. બાકીનું બધુ ક્રિકેટ એડવાઈઝરી સમિતિના હાથમાં છે.

કોહલીની દલીલ હતી કે, હાલમાં સપોર્ટ સ્ટાફ કામ કરી રહ્યો છે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી ટીમની સાથે હોવાથી ટીમની જરુરિયાતોને સારી રીતે જાણેછે. સેહવાગની સપોર્ટ સ્ટાફ અંગેની દરખાસ્ત તેને ભારે પડી ગઈ હતી અને તે રિજેક્ટ થયો હતો.

Post Comments