Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડાલની ડ્રીમ રન અટકી : થિએમે સામે ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો

- ઇટાલીયન ઓપન : ઝ્વેરેવ-આઇસનેર વચ્ચે સેમિ ફાઇનલ

- યોકોવિચ અને ડેલ પોટ્રો વચ્ચે ક્વાર્ટર ફાઈનલ

રોમ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
છેલ્લી ત્રણ ક્લે કોર્ટ ટુર્નામેન્ટ જીતી ચુકેલા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલની સળંગ ૧૭ વિજયની કૂચને અટકાવતા ઓસ્ટ્રીયાના થિએમે  ઈટાલીયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ૬-૪, ૬-૩થી વિજય મેળવ્યો હતો. થિએમે આ સાથે બાર્સેલોના અને મેડ્રીડ ઓપનની ફાઇનલમાં નડાલ સામે મળેલી હારનો બદલો પણ વાળી લીધો હતો. હવે ઈટાલીયન ઓપનની સેમિ ફાઈનલમાં થિએમનો મુકાબલો સર્બિયાના યોકોવિચ અને આર્જેન્ટીનાના ડેલ પોટ્રો વચ્ચેની મેચના વિજેતા સામે થશે.
 
ઈટાલીયન ઓપનની અન્ય સેમિ ફાઇનલમાં જર્મનીના યુવા ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝ્વેરેવનો મુકાબલો અમેરિકાની આઈસનેર સામે થશે. ૧૬ મો સીડ ધરાવતા ઝ્વેરેવે આઠમો સીડ ધરાવતા કેનેડાના રાઓનિકને ૭-૬ (૭-૪), ૬-૧થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. જ્યારે અમેરિકાના બિનક્રમાંકિત આઇસનેરે છઠ્ઠો સીડ ધરાવતા ક્રોએશિયાના સિલીક સામે ભારે સંઘર્ષ બાદ ૭-૬ (૭-૩), ૨-૬, ૭-૬ (૭-૨)થી વિજય પ્રાપ્ત કર્યો હતો. 
 
નડાલની સળંગ ૧૭ વિજયની કૂચનો અંત
નડાલ અગાઉ અમેરિકાના જેક સોક સામે ૬-૩, ૬-૪થી વિજેતા બનીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. ઈટાલીયન ઓપનમાં સાત વખત ચેમ્પિયન રહી ચુકેલા નડાલને અહીં ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રીયાના થિએમે સીધા સેટોમાં પરાજય આપ્યો હતો. આ સાથે નડાલની ૧૭ વિજયની કૂચનો અંત આવી ગયો હતો. નડાલ આ અગાઉ તા. ૨ એપ્રિલે રમાયેલી માયામી ઓપનની ફાઈનલમાં સ્વિત્ઝર્લેન્ડના ફેડરર સામે હાર્યો હતો. આ પછી તેણે ક્લે કોર્ટ પર રમાયેલી મોન્ટે કાર્લો માસ્ટર્સ અને બાર્સેલોના ઓપન તેમજ મેડ્રીડ ઓપન જીતી હતી. 
 
હાલેપ અને  બેર્ટેન્સ સેમિ ફાઈનલમાં પ્રવેશ્યા
રોમ,તા.૧૯
મેડ્રીડ ઓપનમાં ચેમ્પિયન બનનારી રોમાનિયાની સિમોના હાલેપની સાથે સાથે ચેક નેધરલેન્ડની કીકી બેર્ટેન્સે પણ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. રોમાનિયાની છઠ્ઠો સીડ ધરાવતી હાલેપે ૬-૨, ૬-૪થી ઈસ્ટોનીયાની એનેટ કોન્ટાવેલીને હરાવી હતી. જ્યારે બીજો સીડ ધરાવતી પ્લીસકોવાએ ૬-૧, ૭-૫થી સ્વિત્ઝર્લેન્ડની બાક્સીન્ઝસ્કીને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ. હતો. હાલેપનો મુકાબલો ફ્રાન્સની કીકી બેર્ટેન્સની સામે થશે. જેણે ઓસ્ટ્રેલિયાની ગવરીલોવાના પડકારનો ૬-૩, ૬-૩થી અંત આણ્યો હતો. 
 
સાનિયા-શ્વેડોવાની જોડી સેમિ ફાઇનલમાં 
રોમ : ભારતની સાનિયા મિર્ઝા અને કઝાકિસ્તાનની શ્વેડોવાની જોડી ઈટાલીયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી. ઈન્ડો-કઝાક જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં ૬-૪, ૬-૧થી ઈટાલીની સેરા એરાની અને ટ્રેવીસનની જોડી સામે વિજય મેળવ્યો હતો. હવે તેમનો મુકાબલો બીજો સીડ ધરાવતી માર્ટિના હિંગીસ અને તાઈવાનની યુંગ-જેન ચાન સામે થશે. હિંગીસ-ચાનની જોડીએ ૬-૨, ૬-૪થી અમેરિકાની સ્પેર્સ અને સેબ્રોટનીકની જોડીને પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઉરુગ્વેના ક્યુવાસની જોડીએ ૪-૬, ૭-૬ (૯-૭), ૧૦-૮થી સ્પેનના ફેલિસીનો અને મેક્સી લોપેઝને હરાવ્યા હતા.

Post Comments