Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલકાતા માત્ર ૧૦૭માં ખખડયું : મુંબઈ ઈન્ડિયન્સનો વિજય સાથે ફાઈનલમાં પ્રવેશ

- કર્ણ શર્માની ૧૬ રનમાં ૪ અને જસપ્રીત બુમરાહની ૭ રનમાં ૩ વિકેટ

- હવે રવિવારે મુંબઈ અને પૂણે વચ્ચે આઇપીએલ-૧૦ની ફાઇનલ

મુંબઈએ જીતવા માટેનો ૧૦૮નો પડકાર ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો 
બેંગ્લોર, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
યુવા સ્પિનર કર્ણ શર્મા અને અમદાવાદના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તરખાટ મચાવતા મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને માત્ર ૧૦૭ રનમાં જ ખખડાવી દીધા બાદ ક્વોલિફાયર-ટુમાં છ  વિકેટથી આસાન વિજય મેળવ્યો હતો. હવે રવિવારે રમાનારી આઇપીએલની દસમી સિઝનની ફાઇનલમાં મુંબઈનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ્સ સામે થશે. કર્ણ શર્માએ ૧૬ રનમાં ચાર અને બુમરાહે ૭ રનમાં ત્રણ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા કોલકાતાનો નાલેશીભર્યો ધબડકો થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે જીતવા માટે જરુરી ૧૦૮ રનના ટાર્ગેટને ૧૪.૩ ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. હવે બધાની નજર રવિવારની ફાઇનલ પર ટકેલી છે. નોંધપાત્ર છે કે, પ્રથમ ક્વોલિફાયરમાં પૂણેએ મુંબઈને ૨૦ રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 
 
કર્ણ શર્મા - જસપ્રીત બુમરાહનો સપાટો : કોલકાતાનો ટોપ ઓર્ડર ધરાશયી
બેંગ્લોરમાં છવાયેલી વરસાદી મૌસમ વચ્ચે રમાયેલી આઇપીએલ-૧૦ની બીજી 'સેમિ ફાઇનલ'માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ કોલકાતાને બેટીંગમાં ઉતાર્યું હતુ. કર્ણ શર્મા અને જસપ્રીત બુમરાહની જોડીએ સપાટો બોલાવતા કોલકાતાના ધુરંધર બેટ્સમેનો એક પછી એક સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કર્ણ શર્માએ ૪-૦-૧૬-૪ની મેજિકલ ફિગર્સ મેળવી હતી. જ્યારે અમદાવાદના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફરી વખત ટ્વેન્ટી-૨૦ના સુપરસ્ટાર તરીકેની ઓળખ આપતાં ૩-૧-૭-૩ની બોલિંગ ફિગર્સ સાથે ટીમની સ્થિતિ મજબુત કરી હતી. કોલકાતાની અડધી ટીમ માત્ર ૩૧ રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. 
 
સૂર્યકુમાર અને જગ્ગીનો લડત આપવાનો પ્રયાસ
ક્વોલિફાયર ટુ જેવી અત્યંત મહત્વની મેચમાં કોલકાતાના ટોપ ઓર્ડરની આઘાતજનક શરૃઆત બાદ મીડલ ઓર્ડરમાં ભારતના ડોમેસ્ટીક ક્રિકેટના સ્ટાર્સે ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. કોલકાતાની ઈનિંગમાં સૌથી વધુ ૩૧ રન સૂર્યકુમાર યાદવે નોંધાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૫ બોલનો સામનો કર્યો હતો. જ્યારે ઈશાંક જગ્ગીએ ૩૧ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૩૧ રનનું યોગદાન આપ્યું હતુ. સૂર્યકુમાર અને જગ્ગીની જોડીએ ૭.૫ ઓવર સુધી સંઘર્ષ કરતાં ૫૬ રનની ભાગીદારી કરી હતી. જો કે જગ્ગી આઉટ થતાં ફરી ધબડકો શરૃ થયો હતો.
 
કૃણાલ પંડયાના ૪૫* : શરૃઆતના તનાવ બાદ મુંબઈની જીત
બરોડાના ઓલરાઉન્ડર કૃણાલ પંડયાએ કોલકાતા સામેની ક્વોલિફાયર ટુમાં ૩૦ બોલમાં સાત ચોગ્ગા સાથે અણનમ ૪૧ રન ફટકારતાં મુંબઈની જીતમાં પાયાનું યોગદાન આપ્યું હતુ. જીતવા માટેના ૧૦૮ના પડકારનો પીછો કરવા ઉતરેલા મુંબઈએ એક તબક્કે ૩૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ રોહિત શર્મા અને કૃણાલ પંડયાની જોડીએ ટીમને સ્થિરતા અપાવતા ૫૪ રનની ભાગીદારી કરી હતી. આખરે કૃણાલ અને પોલાર્ડની જોડીએ ટીમને વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. 
 
કોલકાતા

 

રન

બોલ

લીન કો.પોલાર્ડ બો.બુમરાહ

નારાયણ સ્ટ.પાર્થિવ બો.કર્ણ શર્મા

૧૦

૧૦

ગંભીર કો.હાર્દિક બો.કર્ણ શર્મા

૧૨

૧૫

ઉથપ્પા એલબી બો.બુમરાહ

જગ્ગી કો.જોહન્સન બો.કર્ણ શર્મા

૨૮

૩૧

ગ્રાન્ધોમ એલબી બો.કર્ણ શર્મા

સૂર્યકુમાર કો.માલિંગા બો.બુમરાહ

૩૧

૨૫

ચાવલા કો.રાયડુ બો.જોહન્સન

કોયુલ્ટર-નાઈલ કો.હાર્દિક બો.જોહન્સન

ઉમેશ યાદવ અણનમ

રાજપૂત બો.માલિંગા

વધારાના (વાઈડ ૪, લેગબાય ૩)

 

 

 

કુલ ૧૮.૫ ઓવરમાં ઓલઆઉટ

૧૦૭

 

 

 

 
વિકેટનો ક્રમ:  ૧-૫ (લીન, ૧.૩), ૨-૨૪ (નારાયણ, ૪.૪), ૩-૨૫ (ઉથપ્પા, ૫.૨), ૪-૩૧ (ગંભીર, ૬.૫), ૫-૩૧ (ડે ગ્રાન્ધોમ, ૬.૬), ૬-૮૭ (જગ્ગી, ૧૪.૫), ૭-૯૪ (ચાવલા, ૧૬.૧), ૮-૧૦૦ (કોયુલ્ટર-નાઈલ, ૧૬.૫ ), ૯-૧૦૧ (સૂર્યકુમાર, ૧૭.૧), ૧૦-૧૦૭ (રાજપૂત, ૧૮.૫)
 
બોલિંગ : જોહન્સન ૪-૦-૨૮-૨, બુમરાહ ૩-૧-૭-૩, માલિંગા ૩.૫-૦-૨૪-૧, કર્ણ શર્મા ૪-૦-૧૬-૪, કૃણાલ પંડયા ૩-૦-૨૫-૦, હાર્દિક પંડયા ૧-૦-૪-૦.
 
મુંબઈ

 

રન

બોલ

સિમોન્સ એલબી બો.ચાવલા

પી.પટેલ કો.ઉથપ્પા બો.ઉમેશ

૧૪

રાયડુ બો.ચાવલા

૧૧

રોહિત કો.રાજપૂત બો.કોયુલ્ટર-નાઈલ

૨૬

૨૪

કૃણાલ પંડયા  અણનમ

૪૫

૩૦

પોલાર્ડ અણનમ

વધારાના (વાઈડ ૪, લેગબાય ૪)

 

 

 

કુલ ૧૪.૩ ઓવરમાં ચાર વિકેટે

૧૧૧

 

 

 

 
વિકેટનો ક્રમ:  ૧-૧૧ (સિમોન્સ, ૧.૩), ૨-૨૪ (પટેલ, ૨.૫), ૩-૩૪ (રાયડુ, ૫.૪), ૪-૮૮ (રોહિત, ૧૨.૨)
 
બોલિંગ : ઉમેશ ૨.૩-૦-૨૩-૧, ચાવલા ૪-૦-૩૪-૨, કોયુલ્ટર-નાઈલ ૩-૦-૧૫-૧, નારાયણ ૪-૦-૨૧-૦, રાજપૂત ૧-૦-૧૪-૦.

Post Comments