Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મરે અને વાવરિન્કા પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં હારતા મેજર અપસેટ

- સ્પેનના વિનોલાસે મરેને, ઉરૃગ્વેના ક્યુવેસે વાવરિન્કાને હરાવ્યો

- નડાલે સીધા સેટોમાં ઝ્વેરેવને હરાવ્યો

મોન્ટે કાર્લો માસ્ટર્સ
મોન્ટે કાર્લો, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
સ્પેનના આલ્બર્ટ રામોસ-વિનોલાસે ૨-૬, ૬-૨, ૭-૫થી વર્લ્ડ નંબર વન બ્રિટીશ ખેલાડી એન્ડી મરેને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં મેજર અપસેટ સર્જ્યો હતો. ટેનિસ ચાહકો મરે જેવા દિગ્ગજ ખેલાડીની હારના આંચકામાંથી બહાર આવે તે પહેલા ઉરુગ્વેના પાબ્લો ક્યુવાસે ૬-૪, ૬-૪થી ત્રીજો સીડ ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાને હરાવીને વધુ એક ઉલટફેર કર્યો હતો. જ્યારે ક્લે કોર્ટ કિંગ નડાલે આગવી લયમાં રમતાં ૬-૧, ૬-૧થી જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે જીત મેળવી હતી. 
 
ટોપ સીડ બ્રિટીશ ખેલાડી મરેને ૧૫માં ક્રમાંકિત વિનોલાસ સામે આખરી અને નિર્ણાયક સેટમાં એક તબક્કે ૪-૦થી સરસાઈ પ્રાપ્ત થઈ હતી. જોકે રામોસ-વિલાનોસે જોરદાર વળતી લડત આપતાં એક મેચ પોઈન્ટ બચાવ્યો હતો અને ત્યાર બાદ કારકિર્દીની યાદગાર જીત મેળવી હતી. વિલાનોસે અઢી કલાકના ભારે સંઘર્ષ બાદ જીત મેળવી હતી. 
 
૨૯ વર્ષના મરેને તા. ૧૨મી માર્ચના રોજ ઈન્ડિયન વેલ્સના બીજા રાઉન્ડમાં સ્વિત્ઝર્લેન્ડના વાસેક પોસ્પીસીલ સામે હારનો સામનો કરવો પડયો હતો. જે પછી આ તેની પહેલી ટુર્નામેન્ટ હતી, જેમા પણ તેને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડયો હતો. ૧૦મો ક્રમાંક ધરાવતા ડેવિડ ગોફિને છઠ્ઠા સીડેડ ડેવિડ ગોફિનને ૭-૬ (૭-૪), ૪-૬, ૬-૩થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 
 
પાંચમો સીડ ધરાવતા ક્રોએશિયાના સિલીચે ૬-૨, ૭-૫ (૭-૦)થી ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચ સામે વિજય મેળવતા આગેકૂચ કરી હતી. જ્યારે સોંગાને હરાવનારા ફ્રાન્સના મેન્નારિનોને ઈજાના કારણે તેના જ દેશના પૌલીન સામેની મેચ તે ૦-૩થી પાછળ હતો, ત્યારે છોડવી પડી હતી. 

Post Comments