Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ICCનું નવું બંધારણ-નાણાકીય રચના મંજૂર નથી : BCCI

- આઇસીસી અને બીસીસીઆઇ ફરી એકવાર સામ-સામે

- બીસીસીઆઇને શ્રીલંકા-બાંગલાદેશ બોર્ડનો ટેકો

મુંબઇ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
આઇસીસી અને બીસીસીઆઇ ફરી એકવખત સામ-સામે આવી ગયા છે. બીસીસીઆઇએ આઇસીસીમાં પ્રસ્તાવિત નાણાકીય મોડેલ સાથે બંધારણમાં ફેરફારને પણ ફગાવી દીધું છે. આ મુદ્દે બીસીસીઆઇએ પત્ર લખીને પોતાની નારાજગી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધી છે.
 
આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ને લખેલા ૧૧ પાનાના પત્રમાં બીસીસીઆઇએ આઇસીસીને ૧૨ ઓક્ટોબર ૨૦૧૪માં હસ્તાક્ષર કરવામાં આવેલા મેમ્બર્સ પાર્ટિશિપેશન એગ્રિમેન્ટ (એમપીએ)ની પણ યાદ અપાવી છે.
 
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સીઓએના સદસ્ય વિક્રમ લિમયેએ આઇસીસીના સીઇઓ ડેવ રિચાર્ડસનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'આઇસીસીના બંધારણ અને પ્રસ્તાવિત નાણાકીય રચનાને અમે મંજૂરી આપીએ તો અમને એમપીએની જોગવાઇ હેઠળ પોતાના અધિકારો-કાનૂની હકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
 
અમને વિશ્વાસ છે કે આઇસીસીના નવા બંધારણ અને નાણાકીય રચનાને એમપીએ અનુસાર જોવામાં આવશે જેથી અમારે કાનૂની હકનો ઉપયોગ કરવો પડે નહીં. તમે સૂચના સાથે જરૃરી કાર્યવાહી અંગે આઇસીસીને અમારો દ્રષ્ટિકોણ પણ સમજાવી દો. ' 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓની સમિતિ નક્કી કરી ચૂકી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોર્ડના નાણાકીય હિતોમાં કોઇ પણ સંજોગોમાં સમાધાન કરવામાં નહીં આવે. એપ્રિલમાં આઇસીસી સુધારા કરવા અંગે પુન: વિચારણા કરશે. બીસીસીઆઇ અને અન્ય કેટલાક બોર્ડના વિરોધના કારણે આઇસીસીની સુધારા કરવાની યોજના સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
 
શ્રીલંકા અને બાંગલાદેશ બોર્ડે બીસીસીઆઇને આ મુદ્દે ટેકો આપ્યોછે. આઇસીસીના ભૂતપૂર્વ ચેરમેન શશાંક મનોહરને બળવાની જાણ થઇ જતાં તેઓએ ગત સપ્તાહે પોતાના પદેથી અચાનક રાજીનામું આપી દીધું હતું.
 

Post Comments