Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિપ્રેશનને લીધે મને દારૃની લત લાગી ગઇ હતી : શારાપોવા

- પ્રતિબંધ લદાયો તે મારા જીવનનો સૌથી કપરો તબક્કો

પેરિસ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ભૂતપૂર્વ ટોચની ક્રમાંકિત મારિયા શારાપોવા પરનો પ્રતિબંધ પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તે ફરી ટેનિસ કોર્ટમાં કમાલ કરવા માટે કમર કસી રહી છે. જોકે, પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યાનું પુરવાર થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવી એ તબક્કો જીવનનો સૌથી કપરો હોવાની શારાપોવાએ કબૂલાત કરી છે.
 
શારાપોવાએ જણાવ્યું હતું કે '૮ માર્ચ ૨૦૧૬ના મારા પર તાકીદની અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે અનેક લોકોએ માની લીધું હતું કે હવે હું નિવૃત્તિ જાહેર કરી દઇશ. પરંતુ જે રમતને મેં મારું જીવન આપ્યું છે તેનામાંથી હું ડાઘ સાથે વિદાય લેવા માગતી નહોતી.  જેના કારણે જ હવે હું પુનરાગમન માટે તૈયારી કરી રહી છું. 
 
પ્રતિબંધ બાદ હું ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને શરાબ વિના ચાલે તેમ નહોતું. હું સતત કોઇનો સાથ પણ ઝંખતી હતી, જેના લીધે મારી અનેક યુવકો સાથે મિત્રતા પણ થઇ. પરંતુ દરેકમાં મને નિરાશા જ સાંપડી હતી.
 
ગ્રિગોર દિમિત્રોવ તરીકે મને એક ખૂબ જ સારો મિત્ર મળ્યો. પરંતુ તેની સાથે પણ મારું બે મહિના અગાઉ બ્રેક અપ થઇ ગયું છે. પ્રતિબંધ હતો તે દરમિયાન ટેનિસની રમત જોતાં હું મનોમન એમ ભાગી પડતી કે આ રમતનો હવે હું હિસ્સો રહી નથી.
 
મને મારા પરિવાર-મિત્રોએ ખૂબ જ ટેકો આપ્યો હતો. તેઓએ આત્મવિશ્વાસ વધારતા મારામાં પુનરાગમનો વિશ્વાસ વધ્યો છે. આ નબળો તબક્કો મને ઘણું બધુ શિખવાડી ગયો છે. '
 

Post Comments