Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઈડન ગાર્ડનમાં ગુજરાત લાયન્સ અને કોલકાતા વચ્ચે ટક્કર

- પોઈન્ટ ટેબલમાં કોલકાતા ટોચની ટીમોમાં, ગુજરાત છેક છેલ્લા ક્રમે છે

- રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે : ગુજરાત પર જીતવાનું દબાણ

કોલકાતા, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
આઇપીએલની દસમી સિઝનમાં સુપર ફ્લોપ સાબિત થઈ રહેલી ગુજરાત લાયન્સની ટીમ આવતીકાલે ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ભારે દબાણ હેઠળ રમવા ઉતરશે. રૈનાની કેપ્ટન્સી હેઠળની ગુજરાતની ટીમ પાંચમાંથી ચાર મેચ હારી ચૂકી છે, જ્યારે એકમાત્રમાં તેને જીત મળી છે. જ્યારે કોલકાતાની ટીમનો દેખાવ ગુજરાત કરતાં એકદમ ઉલ્ટો રહ્યો છે, તેઓ પાંચમાંથી ચાર મેચ જીત્યા છે અને એક જ હાર્યા છે. હવે આવતીકાલે રમાનારી મેચમાં ગુજરાત તેનો નબળો રેકોર્ડ ભૂલીને પોઈન્ટ ટેબલમાં સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.
 
કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં આવતીકાલે યજમાન નાઈટ રાઈડર્સ અને પ્રવાસી ગુજરાત લાયન્સ વચ્ચેની મેચ રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૃ થશે. ગૌતમ ગંભીરની ઈન ફોર્મ ટીમ જીતવા માટે ફેવરિટ મનાય છે. જ્યારે ગુજરાત લાયન્સે જીતવા માટે તેની બોલિંગમાં સુધારો કરવો જ પડશે. બેંગ્લોર સામેની આખરી મેચમાં ગુજરાતના બેટ્સમેનોએ ફોર્મ બતાવ્યું હતુ, પણ તેઓ જીતી શક્યા નહતા.
 
ગુજરાત લાયન્સના બેટ્સમેનોએ ઝડપથી ફોર્મ મેળવવું પડશે
રૈનાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત લાયન્સની ટીમના સુપરસ્ટાર પ્લેયર્સે આ સિઝનમાં ખાસ ચમક દેખાડી શક્યા નથી અને તેની સીધી અસર ટીમના પર્ફોમન્સ પર પડી છે. છેલ્લે બેંગ્લોરમાં રમાયેલી મેચમાં ગુજરાતના બેટ્સમેનોમાંથી એકમાત્ર મેક્કુલમે લડાયક સંઘર્ષ કર્યો હતો. આ ઉપરાંત ઈશાન કિશાને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાકીના બેટ્સમેનો ખાસ પ્રભાવ પાડી શક્યા નહતા. આ સિઝનમાં અગાઉની મેચમાં પણ મેક્કુલમ, રૈના અને સ્મિથ જેવા ખેલાડીઓએ વારાફરતી ફોર્મ દર્શાવ્યું છે. દિનેશ કાર્તિકે પણ સાતત્યપૂર્ણ દેખાવ સાથે સ્કોર કર્યો છે, જોકે આ સિવાયના બેટ્સમેનો પ્રભાવ પાડી શક્યા નથી. 
 
જાડેજા અને ટાય પર ગુજરાત લાયન્સની બોલિંગનો મદાર 
ગુજરાત લાયન્સની બોલીંગ ટીમ માટે આ વખતે કમજોર કડી સાબિત થઈ રહી છે. હરિફ ટીમના બેટ્સમેનો પર ગુજરાતના બોલરો પોતાનો પ્રભાવ જમાવવામાં સફળ રહ્યા નથી. ઈજામાંથી સાજા થયા બાદ જાડેજાએ કરેલા પુનરાગમન અને ઓસ્ટ્રેલિયન મીડિયમ પેસર એન્ડ્રુ ટાયના આગમન બાદ ગુજરાતની બોલીંગમાં જોશ જોવા મળ્યું છે, છતાં તેઓ નિર્ણાયક દેખાવ કરી શક્યા નથી. દિગ્ગજ બેટ્સમેનો ધરાવતા કોલકાતા સામે જીતવા માટે ગુજરાતના બોલરોએ જબરજસ્ત પર્ફોમન્સ આપવું પડશે. 
 
રાજકોટમાં ગુજરાતને હરાવનારા કોલકાતાને બીજી જીતની તલાશ
કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનમાં રમાયેલી મેચમાં જ ગુજરાતને તેના હોમગ્રાઉન્ડ રાજકોટ ખાતે ૧૦ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. આ પછી ગૌતમ ગંભીરની ટીમને ગુજરાત સામે એક જ સિઝનમાં બીજી જીત મેળવવાની આશા છે. રાજકોટમાં તા. ૭મી એપ્રિલે રમાયેલી મેચમાં ગુજરાતે રૈનાની અડધી સદી તેમજ દિનેશ કાર્તિકના આક્રમક ૪૭ રનની મદદથી ચાર વિકેટે ૧૮૩ રન ખડક્યા હતા. જોકે ત્યાર બાદ કોલકાતાએ ઝંઝાવાતી બેટીંગ કરતાં માત્ર ૧૪.૫ ઓવરમાં જ વિના વિકેટે ૧૮૪ રન કરી જીત મેળવી હતી. જેમાં ક્રિસ લીનના ૪૧ બોલમાં અણનમ ૯૩ રન તેમજ ગૌતમ ગંભીરના ૪૮ બોલમાં અણનમ ૭૬ રન  મહત્વના હતા. 

Post Comments