Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ જીતી હિસાબ ૧-૧થી સરભર કર્યો

- બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાનો ૬ વિકેટે પરાજય, રબાડાની મેચમાં ૧૧ વિકેટ : ૨૨ માર્ચથી કેપટાઉનમાં ત્રીજ

પોર્ટ એલિઝાબેથ, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

કેગિસો રબાડાએ બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ સાથે તરખાટ મચાવતા પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો ૬ વિકેટે વિજય થયો છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ૪ મેચની ટેસ્ટશ્રેણી ૧-૧થી સરભર કરી છે. હવે ૨૨ માર્ચથી કેપ ટાઉનમાં ત્રીજી ટેસ્ટ રમાશે. મેચમાં કુલ ૧૫૦ રનમાં ૧૧ વિકેટ ખેરવનારા કેગિસો રબાડાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ૧૩૯ રનના દેવા સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથા દિવસનો પ્રારંભ ૬૩ ઓવરમાં ૫ વિકેટે ૧૮૦થી કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ ૨૩૯માં સમેટાઇ જતાં દક્ષિણ આફ્રિકાને ૧૦૧નો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ૪ વિકેટે વટાવી લઇને વિજય મેળવ્યો હતો. કેગિસો રબાડાએ કારકિર્દીની ૨૮મી ટેસ્ટમાં ચોથી વખત મેચમાં ૧૦ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.

આ સાથે જ ૨૩ વર્ષથી ઓછી ઉંમરમાં ટેસ્ટમાં સૌથી વધુ વાર ૧૦ વિકેટ ખેરવવાનો રકોર્ડ પણ રબાડાએ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ વકાર યુનુસને નામે હતો. દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ પાંચ વાર ૧૦ વિકેટનો રેકોર્ડ ડેલ સ્ટેનને નામે છે.  મેચ બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકાએ અમને દરેક મોરચે પરાસ્ત કર્યું છે. બંને ટીમમાં કોઇ મોટો તફાવત હોય તો તે એબી ડી વિલિયર્સ હતો. અમે ડી વિલિયર્સને શ્રેણીમાં પ્રથમ વખત આઉટ કરવામાં સફળ રહ્યા હોવાથી આત્મવિશ્વાસ વધ્યો છે. ' બીજી તરફ ડુ પ્લેસિસે જણાવ્યું હતું કે, 'અમારા વિજયનું શ્રેય રબાડાને જાય છે. તેણે આક્રમક બોલિંગ સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને હાવી થવાની તક આપી નહોતી. '

ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૪૩
દક્ષિણ આફ્રિકા (પ્રથમ દાવ) ૩૮૨
ઓસ્ટ્રેલિયા (બીજો દાવ)

-

રન

બોલ

બેન્ક્રોફ્ટ બો. એન્ગિડી

૨૪

૭૦

વોર્નર બો. રબાડા

૧૩

૨૧

ખ્વાજા એલબી. બો. રબાડા

૭૫

૧૩૬

૧૪

સ્મિથ કો. ડી કોક બો. મહારાજ

૧૧

૧૮

એસ.માર્શ કો. ડી કોક બો. રબાડા

એમ.માર્શ બો. રબાડા

૪૫

૧૨૫

પેઇન અણનમ

૨૮

૫૦

કમિન્સ કો. ડી બુ્રયન બો. રબાડા

૧૪

સ્ટાર્ક કો. ડી કોક બો. રબાડા

૧૦

લાયન કો. ડી કોક બો. એન્ગિડી

હેઝલવૂડ કો. એન્ગિડી બો. મહારાજ

૧૭

૧૭


એક્સ્ટ્રા : ૧૪, કુલ : (૭૯ ઓવરમાં) ૨૩૯. વિકેટ : ૧-૨૭ (વોર્નર, ૯.૨), ૨-૬૨ (બેન્ક્રોફ્ટ, ૨૧.૩), ૩-૭૭ (સ્મિથ, ૨૬.૪), ૪-૮૬ (શોન માર્શ, ૨૯.૨), ૫-૧૭૩ (ખ્વાજા, ૬૧.૧), ૬-૧૮૬ (મિચેલ માર્શ, ૬૩.૬), ૭-૨૦૨ (કમિન્સ, ૬૭.૨), ૮-૨૦૪ (સ્ટાર્ક, ૬૯.૩), ૯-૨૧૧ (લાયન, ૭૨.૨), ૧૦-૨૩૯ (હેઝલવૂડ, ૭૮.૬). બોલિંગ : ફિલાન્ડર : ૧૮-૫-૫૬-૦, રબાડા : ૨૨-૯-૫૪-૬, મહારાજ : ૨૩-૨-૯૦-૨, એન્ગિડી : ૧૩-૫-૨૪-૨, માર્કરામ : ૩-૧-૩-૦.

દક્ષિણ આફ્રિકા
(બીજો દાવ, ટાર્ગેટ :  ૧૦૧)

-

રન

બોલ

માર્કરામ કો. સ્મિથ બો. હેઝલવૂડ

૨૧

૨૮

એલ્ગર કો. એન્ડ બો. લાયન

૧૭

અમલા કો. પેઇન બો. કમિન્સ

૨૭

૪૨

ડી વિલિયર્સ કો. બેન્ક્રોફ્ટ બો. લાયન

૨૮

૨૬

ડુ પ્લેસિસ અણનમ

૧૦

ડી બુ્રયન અણનમ

૧૫

૧૪


એક્સ્ટ્રા : ૦૪, કુલ : (૨૨.૫ ઓવરમાં, ૪ વિકેટે ) ૧૦૨. વિકેટ : ૧-૨૨ (એલ્ગર, ૫.૧), ૨-૩૨ (માર્કરામ, ૮.૬), ૩-૮૧ (અમલા, ૧૮.૪), ૪-૮૧ (ડી વિલિયર્સ, ૧૯.૧). બોલિંગ : સ્ટાર્ક : ૩-૦-૧૫-૦, હેઝલવૂડ : ૬-૦-૨૬-૧, લાયન : ૯-૦-૪૪-૨, કમિન્સ : ૪.૫-૦-૧૩-૧.

દક્ષિણ આફ્રિકાને ફટકો : રબાડા પર બે ટેસ્ટનો પ્રતિબંધ

બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના વિજયમાં મહત્વની ભૂમિકા અદા કરનારા ફાસ્ટ બોલર કેગિસો રબાડા પર આઇસીસી દ્વારા બે ટેસ્ટનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ, રબાડા હવે ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બંને ટેસ્ટમાં રમી શકશે નહીં. આઇસીસી કોડ ઓફ કન્ડક્ટનો લેવલ-૨નો  ચાર્જ રબાડા પર લગાવવામાં આવતા તેની ૫૦ ટકા મેચ ફી પણ કાપી લેવામાં આવી છે. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સની ૫૨મી ઓવરમાં રબાડાએ વિકેટ લીધા બાદ સ્ટિવ સ્મિથ સાથે જાણી જોઇને ખભો ટકરાવ્યો હતો. આ ઉપરાંત રબાડાએ મેચ દરમિયાન અપશબ્દો બોલીને હરીફ બેટ્સમેનને ઉશ્કેવરવા પણ પ્રયાસ પણ કર્યો હોવાનું કબૂલ્યું છે. જેના કારણે તેની ૧૫ ટકા મેચ ફી કાપી લેવાઇ છે.

Post Comments