Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના ૨૬૯/૬

- અશ્વિનની ત્રણ વિકેટ : માર્કરામના ૯૪ અને અમલાના ૮૨ રન :  એક તબક્કે સાઉથ આફ્રિકાનો સ્કોર ૧૯૯/૨ હતો

સેન્ચુરીયન,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

સાઉથ આફ્રિકા સામેની બીજી સેન્ચુરીયન ટેસ્ટમાં ધીમી શરૃઆત બાદ ભારતીય બોલરો અને ફિલ્ડરોએ અસરકારક દેખાવ કરતાં પ્રથમ દિવસના અંતે પોતાની સ્થિતિ મજબુત કરી હતી. સાઉથ આફ્રિકાનો સ્કોર એક તબક્કે ૧૯૯/૨ હતો. જોકે રમતના અંત સુધીમાં તેઓ છ વિકેટે ૨૬૯ રનના સ્કોર પર ફસાડયા હતા. ભારતે બે બેટ્સમેનોને રનઆઉટ કર્યા હતા. જ્યારે અશ્વિન ત્રણ વિકેટ ઝડપીને આજના દિવસનો સૌથી સફળ સ્પિનર સાબિત થયો હતો.

સેન્ચુરીયન ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાનો કેપ્ટન ડુ પ્લેસીસ ૨૪ રને અને સ્પિનર કેશવ મહારાજ ૧૦ રને નોટઆઉટ રહ્યા હતા. હવે ભારતીય ટીમ આવતીકાલે સાઉથ આફ્રિકાના પુંછડિયા બેટ્સમેનોને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દેવા પડશે. સેન્ચુરીયનની પીચમાં બોલ થોડો સ્વિંગ થતો જોવા મળ્યો હતો. જોકે પીચ બેટીંગ માટે આસાન હોવાનું મનાય છે.

બીજી ટેસ્ટના ટીમ સિલેકશનથી ગાવાસ્કરને આશ્ચર્ય

શિખર ધવનને હંમેશા બલિનો બકરો બનાવાય છે : ગાવાસ્કર

ભુવનેશ્વરકુમાર પ્રથમ ટેસ્ટમાં પ્રભાવશાળી રહેલો


સેન્ચુરિયન, તા. ૧૩
સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ માટેની ટીમમાં શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને પડતાં મુકાતા ગાવાસ્કરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેની કોમેન્ટમાં વજુદ પણ છે. ગાવાસ્કરે કહ્યું કે ધવનને હંમેશા બલિનો બકરો બનાવાઈ રહ્યો હોય તેમ તેની જોડે વ્યવહાર થાય છે. એક બે ટેસ્ટમાં તે નિષ્ફળ જાય તે સાથે જ તેને પડતો મુકવામાં આવે છે.

ભારતે તેની ટીમમાં ધવનના સ્થાને રાહુલનો સમાવેશ કર્યો છે.

તેવી જ રીતે ભુવનેશ્વર કુમારના સ્થાને ઈશાંત શર્માને ટીમમાં તક અપાતા પણ ગાવાસ્કરને ગમ્યું નથી. ગાવાસ્કરે આ માટેનું કારણ આપતા જણાવ્યું કે ભુવનેશ્વર કુમારે પ્રથમ ટેસ્ટમાં પહેલા જ દિવસે ત્રણ કિંમતી વિકેટ લીધી હતી. બોલરોમાં તે જ સૌથી પ્રભાવી રહ્યો હતો. ગાવાસ્કરે એ બાબત નથી ઉમેરી કે ભૂવનેશ્વર કુમારે જ ભારતના ટોચના બેટ્સમેનો નિષ્ફળ નીવડયા હતા ત્યારે હાર્દિક પંડયાને સાથ આપ્યો હતો. બંને ઈનિંગમાં તેણે બેટ્સમેન તરીકે પ્રસંશનીય પ્રતિકાર કર્યો હતો. ગાવાસ્કરના મતે શમી કે બુમરાહને પડતો મૂકી તેના સ્થાને ઈશાંત શર્માનોખસમાવેશ કરાયો હોત તો તે યોગ્ય ગણાત.

સાઉથ આફ્રિકાની મજબુત શરૃઆત : માર્કરામના ૯૪, અમલાના ૮૨
સેન્ચુરીયનમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરો અને ફિલ્ડરો માટે દિવસનો પ્રથમ સેશન નિરાશાજનક રહ્યો હતો. એલ્ગર અને માર્કરામે પોતાની વિકેટ બચાવી રાખતાં સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતુ. જોકે લંચ બાદ અશ્વિને ઓપનર એલ્ગરને (૩૧) અને માર્કરામ (૯૪)ને કેચઆઉટ કરાવ્યા હતા. માર્કરામ છ રન માટે સદી ચૂક્યો હતો, જોકે કોહલીએ તેની ઈનિંગને બિરદાવી હતી. હાસીમ અમલા ૩૦ રન સ્કોર પર હતો, ત્યારે પાર્થિવે તેનો કેચ પડતો મૂક્યો હતો. આ પછી અમલાએ ૩૬મી અડધી સદી ફટકારી હતી. અમલાએ ૧૫૩ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૮૨ રન કર્યા હતા.

ભારતની વળતી લડત : પાંચ  રનના ગાળામાં ૩ વિકેટ ખેરવી
સાઉથ આફ્રિકાની શરૃઆત અત્યંત મજબુત રહી હતી અને આ કારણે એક તબક્કે તેમનો સ્કોર ૨૪૬/૩ હતો. ભારતીય બોલરો અને ફિલ્ડરોએ હિંમત હાર્યા વિના બેટ્સમેનને પેવેલિયનમાં મોકલવાના પ્રયાસ જારી રાખ્યા હતા. ત્યારે હાર્દિક પંડયાએ અમલા (૮૨) જેવા સેટ થયેલા બેટ્સમેનને રનઆઉટ કરતાં ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પછી અશ્વિને અસરકારક દેખાવ કરતાં ડી કૉક (૦)ની મહત્વની વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કરનારા ફિલાન્ડરને પાર્થિવ પટેલ અને હાર્દિક પંડયાની જોડીએ રનઆઉટ કરાવતા સાઉથ આફ્રિકાનો સ્કોર ૨૫૧/૬ થઈ ગયો હતો. આ પછી ડુ પ્લેસીસે પુંછડિયા બેટસમેન મહારાજ સાથે મળીને વિકેટનું પતન અટકાવ્યું હતુ.

અશ્વિનની ૯૦ રનમાં ત્રણ વિકેટ
ભારતીય સ્પિનર અશ્વિને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની બીજી સેન્ચુરીયન ટેસ્ટના પ્રથમ દિવસે કમાલ કરતાં ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિને ઓપનર એલ્ગર અને માર્કરામની સાથે સાથે ડી કૉકની મહત્વની વિકેટ ઝડપી હતી. અશ્વિને કુલ ૯૦ રનમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે ઈશાંત શર્માએ ડેન્જરસ બેટસમેન ડી વિલિયર્સ (૨૦)ને ક્લિન બોલ્ડ કર્યો હતો. હાર્દિક પંડયાએ અમલા અને ફિલાન્ડરને રનઆઉટ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગ

-

રન

બોલ

 

એલ્ગર કો.વિજય બો.અશ્વિન

૩૧

૮૩

 

માર્કરામ કો.પટેલ બો.અશ્વિન

૯૪

૧૫૦

૧૫

 

અમલા રનઆઉટ

૮૨

૧૫૩

૧૪

 

ડી વિલિયર્સ બો.ઈશાંત શર્મા

૨૦

૪૮

 

ડુ પ્લેસીસ રમતમાં

૨૪

૭૭

 

ડી કૉક કો.કોહલી બો.અશ્વિન

 

ફિલાન્ડર રનઆઉટ

 

મહારાજ રમતમાં

૧૦

૨૩

 

વધારાના (લેગબાય ૭, નોબોલ ૧)

 

 

 

 

કુલ ૯૦ ઓવરમાં છ વિકેટે

૨૬૯

 

 

 

 


વિકેટનો ક્રમ:  ૧-૮૫ (એલ્ગર, ૨૯.૩), ૨-૧૪૮ (માર્કરામ, ૪૭.૩), ૩-૧૯૯ (ડી વિલિયર્સ, ૬૨.૪), ૪-૨૪૬ (અમલા, ૮૦.૫), ૫-૨૫૦ (ડી કૉક, ૮૧.૧), ૬-૨૫૧ (ફિલાન્ડર, ૮૨.૬)

બોલિંગ : બુમરાહ ૧૮-૪-૫૭-૦, શમી ૧૧-૨-૪૬-૦, ઈશાંત ૧૬-૩-૩૨-૧, પંડયા ૧૪-૪-૩૭-૦, અશ્વિન ૩૧-૮-૯૦-૩.
પીચ જોયા બાદ

ભારતે સ્પિનરને રમાડવાનું નક્કી કર્યું
સેન્ચુરીયન ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતના સ્ટાર પર્ફોર્મર અશ્વિને પત્રકારો સાથેની વાતચીતમાં રહસ્યોદ્ધાટન કરતાં કહ્યું કે, અહીની પીચ ફાસ્ટ બોલરોને મદદગાર હોવાનું જાણ્યા બાદ ભારતે પ્લેઈંગ ઈલેવનમાં તમામ ફાસ્ટ બોલરોને રમાડવાનું નક્કી કર્યું હતુ. જોકે અહી આવ્યા બાદ પીચ પર હરિયાળું ઘાંસ ઓછુ જોવા મળ્યું હતુ. જેના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટે ૪૮ કલાક પહેલા તેનો નિર્ણય બદલી નાંખ્યો હતો અને મને પ્લેઈંગ ઈેલવનમાં સામેલ કર્યો હતો.

Post Comments