Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

BCCIના તમામ હોદ્દેદારોને દૂર કરવા સુપ્રીમને COAની ભલામણ

- IPLના ચેરમેન રાજીવ શુક્લા પણ ટર્મ પુરી કરી ચૂક્યા છે

- વિનોદ રાયની સમિતિએ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો

નવી દિલ્હી,તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

આઇપીએલ-૧૧ના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિનોદ રાયની અધ્યક્ષતાવાળી બીસીસીઆઇની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે (સીઓએ) બીસીસીઆઇના કાર્યકારી પ્રમુખ સી.કે. ખન્ના, કાર્યકારી સેક્રેટરી અમિતાભ ચૌધરી અને ટ્રેઝરર અનિરુદ્ધ ચૌધરીને  તેમના પદ પરથી દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટને ભલામણ કરી છે. બોર્ડના ટોચના ત્રણેય હોદ્દેદારો બીસીસીઆઇના બંધારણ મુજબ પોતાની ટર્મ પુરી કરી ચૂક્યા છે.

હાલમાં બીસીસીઆઇનો વહિવટ સુપ્રીમ કોર્ટે નિમેલી વિનોદ રાય અને ડાયના એડલજીની સમિતિ સંભાળી રહી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં સાતમો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટને ભલામણ કરી છે કે, બોર્ડના તમામ હોદ્દેદારોને દૂર કરીને નવેસરથી ચૂંટણી યોજવામાં આવે.  સ્ટેટસ રિપોર્ટમાં સીઓએ દ્વારા આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાને દૂર કરવા અંગેની ભલામણ એપેક્સ કોર્ટને કરવામાં છે.

આઇપીએલના ચેરમેેન તરીકે રાજીવ શુક્લા તેમની ટર્મ કરતાં વધુ સમય રહી ચૂક્યા છે, જેના કારણે સીઓએના સ્ટેટસ રિપોર્ટમાં આ  ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત લોઢા સમિતિની ભલામણોનો ઔપચારિક સ્વીકાર કર્યા વિના બોર્ડની વાર્ષિક સાધારણ સભા બોલાવવા અંગે પણ સુપ્રીમ કોર્ટ પાસેથી દિશાનિર્દેશની માગ કરી છે.

Post Comments