Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુજારાના ૧૮૨ : ગુજરાત સામે સૌરાષ્ટ્રના પ્રથમ ઈનિંગમાં ૫૭૦

- સિદ્ધાર્થ દેસાઈની ચાર અને ચિંતન ગજાની બે વિકેટ

- ગુજરાતના વિના વિકેટે ૪૫ રન

રાજકોટ,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

ચેતેશ્વર પુજારાની ૧૮૨ રનની મેરેથોન ઈનિંગ તેમજ સ્નેલ પટેલના ૧૫૬ની મદદથી સૌરાષ્ટ્રે ગુજરાત સામે હોમગ્રાઉન્ડ પર રમાઈ રહેલી રણજી મેચની પ્રથમ ઈનિંગમાં ૫૭૦ રન ખડક્યા હતા. પુજારા સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારવાના મૂડમાં જણાતો હતો. જોકે ગુજરાતના ૧૭ વર્ષીય લેફર્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ તેને ૧૮ રન માટે બેવડી સદીથી વંચિત રાખ્યો હતો. સિદ્ધાર્થ દેસાઈએ ૧૫૪ રનમાં ચાર અને ચિંતન ગજાએ ૭૭ રનમાં બે વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતના અંતે ગુજરાતે વિના વિકેટે ૪૫ રન ફટકાર્યા હતા. કેપ્ટન પાર્થિવ પટેલ ૨૯ અને પ્રિયાંક પંચાલ ૧૨ રને નોટઆઉટ હતા. ગુજરાત હજુ પણ સૌરાષ્ટ્રના પ્રથમ ઈનિંગના સ્કોર કરતાં ૫૨૫ રન પાછળ છે અને રણજી મેચમાં હજુ બે દિવસની રમત બાકી છે. સૌરાષ્ટ્ર તરફથી મીડલ ઓર્ડરમાં પ્રેરક માંકડે ૬૨ તેમજ જયદેવ શાહ અને ચિરાગ જાનીએ ૪૬-૪૬ રન કર્યા હતા. ગુ્રપ બીમાં ટોચના બે સ્થાન ધરાવતી ટીમો વચ્ચેના મુકાબલા પર બધાની નજર મંડાયેલી છે. ગુજરાત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહ્યું છે.  સૌરાષ્ટ્રે આજે ૩૧૧/૧ના સ્કોરથી આગળ રમતાં વધઉ ૨૫૯ રન ઉમેરીને બાકીની નવ વિકેટ ગુમાવી હતી. ચેતેશ્વર પુજારાએ ૪૯૪ મિનિટ બેટીંગ કરતાં ૩૧૩ બોલનો સામનો કરીને ૨૪ ચોગ્ગા ફટકાર્યા હતા. સ્નેલ પટેલ ગઈકાલના ૧૫૬ના સ્કોર પર ચિંતન ગજાનો શિકાર બન્યો હતો. ચિંતન ગજાએ શેલ્ડન જેક્સન (૨)ને અને ભાર્ગવ મેરાઈએ રવિન્દ્ર જાડેજા (૮)ને સસ્તામાં આઉટ કરી દીધા હતા. જોકે આ પછી પ્રેરક માંકડે ૭૭ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૨, જયદેવ શાહે ૬૮ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૪૬ તેમજ ચિરાગ જાનીએ ૭૪ બોલમાં ૬ ચોગ્ગા સાથે અણનમ ૪૬ રન કર્યા હતા.  સિદ્ધાર્થ દેસાઈએ ૧૫૪ રનમાં ચાર તેમજ ચિંતન ગજાએ ૭૭ રનમાં બે વિકેટ ઝડપી હતી. ઈશ્વર ચૌધરી, પિયુષ ચાવલા, હાર્દિક પટેલ અને ભાર્ગવ મેરાઈએ એક-એક વિકેટ ઝડપી હતી.

Post Comments