Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PCBએ ઘરઆંગણે ત્રણ ટી-૨૦ રમાડવા માટે I ૨૦ કરોડ ખર્ચ્યા

- પ્રત્યેક વિદેશી ખેલાડીને ૧-૧ લાખ ડોલર ચૂકવાશે

- વર્લ્ડ ઈલેવન હાલ પાક.માં ટી-૨૦ શ્રેણી રમી રહી છે

લાહોર,તા.૧૩ સપ્ટેમ્બર બુધવાર 2017

પાકિસ્તાનમાં આઠ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું હોવાના અહેવાલો દુનિયાભરના મીડિયામાં છવાયેલા છે. શ્રીલંકાની ટીમ બસ પર ૨૦૦૯માં આતંકવાદી હૂમલો થયો હતો, જે પછી દુનિયાભરની ટીમોએ પાકિસ્તાન જવાનું છોડી દીધું હતુ. પાકિસ્તાન હવે સલામત છે તેવું સાબિત કરવા માટે પાકિસ્તાન બોર્ડે વર્લ્ડ ઈલેવનને ત્રણ ટી-૨૦ રમવા ઘરઆંગણે બોલાવી છે. જોકે આ શ્રેણીનું આયોજન કરવા માટે તેને આશરે રૃપિયા ૨૦ કરોડનો ખર્ચ કરવો પડયો હોવાનું મનાય છે.

ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પુન:જિવીત કરવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાણીની જેમ નાણા વહાવી રહ્યુ છે. એક રિપોર્ટ જણાવે છે કે, પાકિસ્તાનને યજમાન ટીમ અને વર્લ્ડ ઈલેવન વચ્ચેની ત્રણ ટ્વેન્ટી-૨૦ રૃપિયા ૨૦ કરોડમાં (૩૦ લાખ ડોલર)માં પડી હતી. વર્લ્ડ ઈલેવનના ખેલાડીઓ તગડી રકમ લઈને પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર થયા છે. અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પ્રત્યેક વિદેશી ખેલાડીને ૧-૧ કરોડ ડોલર ચૂકવવાનું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મદદ કરવા માટે આઇસીસી તમામ સિક્યોરીટીનો ખર્ચ ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને ક્રિકેટરોની સુરક્ષા માટે ૬ હજારથી વધુ પોલીસ અને પેરા મીલિટરી ફોર્સના જવાનોને કામગીરી સોંપી હતી. આઇસીસી કુલ મળીને ૧૧ લાખ ડોલરનો સિક્યોરીટી ખર્ચ ઉઠાવશે.

Post Comments