Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેરા બેડમિન્ટન : ભારતની માનસી જોશીને ત્રણ મેડલ

મેલ્લોર્કા : ભારતની માનસી જોશીએ સ્પેનિશ ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટની અલગ-અલગ કેટેગરીમાં ૩ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. માનસી જોશીએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં થાઇલેન્ડની ડેરૃની હેનપ્રિવાનને ૧૨-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૯થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેણે ડબલ્સમાં સિલ્વર અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. સોફ્ટવેર એન્જિનિયર માનસીએ ૨૦૧૧માં અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.

શૂટિંગ વર્લ્ડકપ : ભારતની ટોચના સ્થાન સાથે સમાપ્તિ

નવી દિલ્હી : મેક્સિકોના ગ્વાદાલાજારા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઇએસએસએફ) શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે ૯ મેડલ જીતી ટોચના સ્થાન સાથે સમાપ્તિ કરી છે. ભારતે ચાર ગોલ્ડ, ૧ સિલ્વર, ૪ બ્રોન્ઝ જીતી શૂટિંગ વર્લ્ડકપમાં ટોચના સ્થાન સાથે સમાપ્તિ કરી હોય તેવું સૌપ્રથમ વખત બન્યું છે. આજે યોજાયેલી સ્કિટની અંતિમ ઇવેન્ટમાં ભારતીય શૂટર્સનો દેખાવ સાધારણ રહ્યો હતો, જેમાં સ્મિતસિંહે ૧૫મું, અંગદ બાજવાએ ૧૮મું અને શિરાઝ શેખે૩૦મું સ્થાન હાંસલ કર્યું હતું.

વિન્ડીઝની ટીમ પાક.માં  ૩ ટ્વેન્ટી૨૦ રમશે

કરાચી : વેસ્ટ ઇન્ડીઝની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવા માટે આખરે તૈયાર થઇ ગઇ છે. ૧,૨, ૪ એપ્રિલ દરમિયાન કરાચી ખાતે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી૨૦ રમાશે.  ૨૦૦૯ બાદ કરાચી પ્રથમવાર આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની યજમાની કરશે. ૨૦૦૯માં કરાચી ખાતે શ્રીલંકાની ક્રિકેટ ટીમ બસ પર થયેલા આતંકી હૂમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ દ્વારા પાકિસ્તાનમાં રમવાથી ઇન્કાર કરવામાં આવ્યો છે. ૨૦૧૫માં ઝિમ્બાબ્વે અને ગત વર્ષે વર્લ્ડ ઇલેવનની ટીમ પાકિસ્તાનમાં રમી હતી.

Post Comments