Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનને ૨૦૧૯ ના વર્લ્ડકપમાં સીધો પ્રવેશ ન મળે તેવી શક્યતા

- ટોચની સાત ટીમને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ અપાશે

દુબઈ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પાકિસ્તાનને વર્ષ ૨૦૧૯ માં ઈંગ્લેન્ડની ભૂમિ પર રમાનારા આઇસીસી વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ ન મળે તેવી શક્યતા છે. હાલના રેન્કિંગ અનુસાર તો પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ રમવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન હાલ આઇસીસી વન ડે વર્લ્ડ રેન્કિંગમાં આઠમા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડમાં ૨૦૧૯ માં રમાનારા વર્લ્ડ કપમાં યજમાન ઈંગ્લેન્ડ સહિત ટોચની સાત ટીમોને જ સીધો પ્રવેશ આપવામાં આવનાર છે.

૨૦૧૯ ના વર્લ્ડ કપમાં ટીમોને ક્વોલિફાય થવાની કટઓફ ડેટ તા. ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ની છે. ૩૦ મી સપ્ટેમ્બરના રેન્કિંગ અનુસાર ટોચની સાત ટીમોની સાથે ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવશે. જ્યારે છેલ્લી ચાર ટીમોને વર્લ્ડ કપમાં રમવા માટે અન્ય ૧૦ દેશોની સાથે આઇસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ – ૨૦૧૮ માં રમવું પડશે.

વન ડે રેન્કિંગમાં પાકિસ્તાનના ૮૯ પોઈન્ટ્સ છે અને તેઓ બાંગ્લાદેશ પછી અને વિન્ડિઝ પહેલા સ્થાન ધરાવે છે. પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે તા. ૧૩ મી જાન્યુઆરીને શુક્રવારથી વન ડે શ્રેણી રમશે. જેની અસર તેના રેન્કિંગ પર પડશે. જો પાકિસ્તાન શ્રેણીમાં એક વન ડે જીતશે તો હાલનો ક્રમ જાળવી રાખી શકશે. જો તેઓ શ્રેણીમાં બે મેચ જીતશે તો તેઓના રેન્કિંગમાં એક સ્થાનનો સુધારો થશે અને તેઓ બાંગ્લાદેશને પાછળ ધકેલીને સાતમું સ્થાન પ્રાપ્ત કરી લેશે.
 

Post Comments