Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ભારતીય ક્રિકેટરોનો ડોપ ટેસ્ટ ન કરી શકે : BCCI

- ખેલ મંત્રાલયે જ એન્ટી ડોપિંગ એજન્સીને ક્રિકેટરોના ડોપ ટેસ્ટ લેવા જણાવ્યું હતુ

- ક્રિકેટરોના ડોપ ટેસ્ટ લેવા એ સરકારી સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં નથી : બોર્ડ

નવી દિલ્હી,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

ભારતીય ક્રિકેટરોના ડોપ ટેસ્ટને મામલે કેન્દ્ર સરકાર અને ભારતીય ક્રિકેટ બોર્ડ સામે-સામે આવી ગયા છે. ખેલ મંત્રાલયે ભારતની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી કે જે તમામ રમતોના ખેલાડીઓના ડોપ ટેસ્ટ લે છે, તેને ક્રિકેટરોના ડોપ ટેસ્ટ લેવા પણ જણાવ્યું હતુ. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈ સરકારી સંસ્થા અમારા ખેલાડીઓના ડોપ ટેસ્ટ લઈ શકશે નહિ. કારણ કે આ તેમના અધિકાર ક્ષેત્રમાં આવતું જ નથી.હવે આ મામલે ભારત સરકારનું ખેલ મંત્રાલય શું જવાબ આપે છે તે જોવાનું રહેશે.

થોડા સમય અગાઉ એક અહેવાલ વહેતો થયો હતો કે વર્ષ ૨૦૧૬માં ભારતના એક ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ પછી ભારતીય ખેલ મંત્રાલયે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીને ભારતના ક્રિકેટરોનો ડોપ ટેસ્ટ લેવા માટે જણાવ્યું હતુ. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરીએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના વડા નવીન અગ્રવાલને જવાબ આપતા પત્ર પાઠવ્યો હતો, જેમાં જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ એ કોઈ નેશનલ સ્પોર્ટસ ફેડરેશન (એનએસએફ) નથી, જેના કારણે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (એનએડીએ) દ્વારા ક્રિકેટરોના ડોપિંગ ટેસ્ટ લેવાય તેની કોઈ જરુરીયાત નથી.

જોહરીએ પત્રમાં ઉમેર્યું છે કે, બોર્ડ રાષ્ટ્રીય સ્પોર્ટસ ફેડરેશન નથી એટલે એનએડીએને કોઈ આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટીક સ્પર્ધા ચાલતી હોય કે ન ચાલતી હોય તો પણ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ લેવાનો અધિકાર નથી. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડના કોઈ પણ અધિકારીઓ એનએડીએ સાથે સહકાર કરે તે જરુરી નથી. નોંધપાત્ર છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડે આ જવાબ સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તૈયાર કર્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડે માત્ર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીને જ નહિ પણ સ્પોર્ટસ સેક્રેટરીને પણ આ મામલે લેખિતમાં જવાબ પાઠવ્યો છે. અગાઉ ઓક્ટોબરમાં ભારતીય સ્પોર્ટસ સેક્રેટરીએ બીસીસીઆઇનો સંપર્ક કર્યો હતો અને એનએડીએ સાથે સહકારભર્યુ વલણ દાખવવા જણાવ્યું હતુ. બોર્ડે સ્પોર્ટસ મંત્રાલયને આપેલા જવાબમાં જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે તેનું ખુદનું એન્ડી ડોપિંગ મિકેનિઝમ છે. જે ખેલાડીઓના ડોપ ટેસ્ટ સ્પર્ધા દરમિયાન તેમજ આઉટ ઓફ કોમ્પિટીશન લે છે અને તેમના સેમ્પલની ચકાસણી વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીની માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં થાય છે. આ ઉપરાંત રાહુલ જોહરીએ એમ પણ જણાવ્યું હતુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડ એ સ્વાયત્ત સંસ્થા છે અને આઇસીસીની સાથે જોડાયેલી છે. તેનું કામ માત્ર આઇસીસીના નીતિ નિયમોને આધારે આગળ વધવાનું છે.

૨૦૧૬માં એક ભારતીય ક્રિકેટરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો
ભારતીય ક્રિકેટરોના ડોપ ટેસ્ટ અંગેની ચર્ચા ત્યારે શરૃ થઈ, જ્યારે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ એવો ઘટસ્ફોટ કર્યો કે, વર્ષ ૨૦૧૬માં એક ભારતીય ક્રિકેટરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે આ ક્રિકેટર કોણ છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ એટલો ખુલાસો કર્યો કે, તેણે ભારતીય ક્રિકેટ બોર્ડના ૧૫૩ એક્રેડેટેડ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ લીધા હતા,જેમાં એક ખેલાડીનું સેમ્પલ પોઝિટીવ આવ્યું હતુ. અગાઉ ભારતના અંડર-૧૯ ક્રિકેટર પ્રદિપ સંગવાનનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવી ચૂક્યો છે. સંગવાન ૨૦૧૩માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો હતો, ત્યારે તેનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીએ જણાવ્યું હતુ કે,અમને તો વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી તરફથી કોઈ માહિતી મળી નથી.

Post Comments