Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આગામી વિમ્બલ્ડનમાં રમવા અંગે હજુ નિર્ણય લીધો નથી : નડાલ

- 'ફેડરરના ૨૦ ગ્રાન્ડ સ્લેમનો રેકોર્ડ મારૃ ધ્યેય નથી'

- ફેડરર ફરી નંબર વન બનવા માટે મક્કમ

પેરિસ, તા. 12 જૂન 2018, મંગળવાર

ફ્રેન્ચ ઓપનનું ૧૧મી વખત ટાઇટલ જીતીને ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશીપનો આંક ૧૭ પર પહોંચાડનાર ટેનિસ લેજન્ડ નડાલે મહત્વની કોમેન્ટ કરી હતી કે તેની વય અને ફિટનેસની સમસ્યા જોતા તે આગામી ૨ જુલાઈથી શરૃ થતી વિમ્બલ્ડનમાં ભાગ લેવા માટે નિશ્ચિત નથી. જોકે તે વિમ્બલ્ડન અગાઉની કવીન્સ ટુર્નામેન્ટમાં રમશે અને તે દરમ્યાન તેના કોચ કાર્લોસ મોયા જોડે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.

નડાલે કહ્યું કે ઉંમર ઉંમરનું કામ કરે જ છે તેમાં પણ મારી કારકિર્દીમાં નવ જેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ઈજાને લીધે ગુમાવી ચૂક્યો છું. કલેકોર્ટ મારી ફેવરિટ સરફેસ છે તેના પર અવિરત મેચો સાથે સીઝન પૂરી કરી છે. હવે આવી ફિટનેસ સાથે હું તરત જ વિમ્બલ્ડન કે જે ગ્રાસ કોર્ટ પર રમે છે તેમાં શિફ્ટ ના પણ થઈ શકું.

નડાલે ૨૦૦૮ અને ૨૦૧૦માં એમ બે વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. ફેડરરના ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલથી તે ત્રણ જ ટાઇટલ દૂર છે ત્યારે તેણે કહ્યું હતું કે મને ૨૦ કે વધુ ટાઇટલ જીતવા ગમે પણ હું આવી નંબર ગેમમાં નથી માનતો. આ રેકોર્ડ મારા નામે કરવા માટે પણ હું રમતો રહીશ તેવું તો નહીં જ બને.

એક તત્ત્વચિંતક જેવું નિવેદન કરતાં નડાલે એમ પણ કહ્યું હતું કે જો મને આઠ વર્ષ પહેલા કોઈએ પૂછ્યું હોત કે તમે ૩૨ વર્ષે ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતી શકશો તો મેં ત્યારે ના જ પાડી હોત. આપણે સમય સાથે વહીને જ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહેવું પડે. નડાલે ફ્રેન્ચ ઓપન નંબર વન સાથે જીતી છે ત્યારે ફેડરરે પડકાર ફેંક્યો છે કે તે નડાલનો નંબર વન ક્રમાંક તેની પાસેથી લઈ બતાવશે. આ માટે ફેડરરે આગામી સ્ટુટગાર્ટ ઓપનની ત્રણ મેચ જીતવી પડે તેમ છે.

Post Comments