Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લો, હવે આઇસ ટી-૨૦ ક્રિકેટની ૫ણ એન્ટ્રી...

એક તરફ સાઉથ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિક શરૃ થવા જઈ રહ્યા છે, ત્યારે સેહવાગ-આફ્રિદી સહિતના ક્રિકેટના સ્ટાર્સ સ્વિત્ઝર્લેન્ડના સેંટ. મોરીત્ઝ ખાતે આઇસ ક્રિકેટમાં ભાગ લઈને અનોખા ઈતિહાસનો હિસ્સો બન્યા હતા. બરફના મેદાન પર રમાયેલી ક્રિકેટ મેચમાં આફ્રિદીની રોયલ્સ ટીમે છ વિકેટથી સેહવાગની ડાયમંડ ટીમને હરાવી હતી. સેહવાગે આઇસક્રિકેટ પરના પહેલા જ બોલમાં પાકિસ્તાનના શોએબ અખ્તરનો સામન કર્યો હતો અને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી આપ્યો હતો. સેહવાગે ૩૧ બોલમાં ૬૨ રન ઝૂડયા હતા. ડાયમંડ્સ ટીમે પહેલા બેટીંગ કરતાં ૧૬૫નો ટાર્ગેટ રોયલ્સને આપ્યો હતો, જેમણે ઓવેશ શાહના ૩૪ બોલમાં ૭૪ની મદદથી જીત મેળવી હતી. બરફ પર ટર્ફ કારપેટ બિછાવીને પિચ તૈયાર કરવામાં આવી હતી. સેહવાગે અડધી સદી તેમજ સાયમંડ્સે ૪૦ રન ફટકાર્યા હતા. રોયલ્સ તરફથી અબ્દુલ રઝાકે ૧૮ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. રોયલ્સે ૨૮ બોલ બાકી હતા, ત્યારે જીત મેળવી હતી. આ ટી-૨૦માં મોહમ્મદ કૈફ, માલિંગા, માઈકલ હસી, જયાવર્દને, ઝહીર ખાન, અજીત અગરકર, તિલકરત્ને, જોગીંદર શર્મા, રમેશ પોવાર, જેક કાલીસ, મેક્કુલમ, વેટ્ટોરી, પાનેસર, ગ્રીમ સ્મિથ, પ્રાયર વિગેરે પણ જોડાયા હતા.

Post Comments