Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોરિયા ઓપન : સિંધુ અને કશ્યપ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં

- સિંધુએ હોંગ કોંગની યી ચેઉગને હરાવી, ભારતનો એચએસ પ્રનોય બહાર ફેંકાયો

સેઉલ,તા.૧૩ સપ્ટેમ્બર બુધવાર 2017

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પી.વી. સિંધુ અને પારુપાલી કશ્યપે કોરિયા ઓપનમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સમાં પોતપોતાના મુકાબલા જીતી લીધા હતા. સિંધુએ હોંગ કોંગની યી ચેઉંગની સામે ૨૧-૧૩, ૨૧-૮થી આસાનીથી વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે મેન્સ સિંગલ્સમાં કશ્યપે ૨૧-૧૩, ૨૧-૧૬થી ચાઈનીઝ તાઈપેઈના સુ જેન હાઓ સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ સાથે સિંધુ અને કશ્યય પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા હતા.

સિંધુએ અહીં માત્ર ૨૯ મિનિટના મુકાબલામં વિજય પ્રાપ્ત કર્યો હતો. નોંધપાત્ર છે કે, બે સપ્તાહ અગાઉ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં સિંધુએ ચેઉંગને સીધી ગેમ્સમાં હરાવી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં પી. કશ્યપે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં બે મુકાબલા જીતીને આગેકૂચ કરી હતી. તેણે ચાઈનીઝ તાઈપેઈના લીન યુ સીઈનને ૨૧-૧૯, ૨૧-૯થી અને ત્યાર બાદ કાન ચાઓને ૨૧-૧૯, ૨૧-૧૮થી હરાવીને મેઈન ડ્રોમાં સ્થાન મેળવ્યું હતુ.

ભારતના બી. સાઈ પ્રણિતે ૨૧-૧૫, ૨૧-૧૦થી હોંગ કોંગના હુ યુન સામે આસાનીથી જીત પ્રાપ્ત કરી હતી. સમીર વર્માએ પણ મેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરતાં ૨૧-૧૩, ૨૧-૨૩, ૨૧-૯થી થાઈલેન્ડના તાનોન્ગસોકને એક કલાકના ભારે સંઘર્ષ બાદ હરાવ્યો હતો. જોકે મેન્સ સિંગલ્સમાં ભારતના એચ એસ પ્રનોયનો વર્લ્ડ રેન્કિંગમાં નવમો ક્રમાંક ધરાવતા એનજી કા લોંગ સામે ૧૭-૨૧, ૨૩-૨૧ અને ૧૪-૨૧થી પરાજય થયો હતો.

Post Comments