Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોહલી ૨૦૨૫ સુધીમાં તેંડુલકરની ૧૦૦ સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડશે

- નાગપુરના ક્રિકેટ જ્યોતિષીની નજરે કોહલીના ગ્રહો સંગીન

- કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારત વન ડે અને ટ્વેન્ટી-૨૦નો વર્લ્ડ કપ જીતશે

- આ વર્ષે કોહલી જંગી રકમ સાથે કરાર કરશે

નાગપુર, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

નાગપુરના એક જ્યોતિષી કે જેની ક્રિકેટ અંગેની કરેલી મોટાભાગની આગાહીઓ સાચી પડી છે તેણે કોહલીની કુંડળી માંડીને ભવિષ્ય ભાખ્યું છે કે કોહલી ૨૦૨૫ સુધીમાં તેંડુલકરનો ટેસ્ટ અને વન ડેની ૧૦૦ સદીનો રેકોર્ડ તોડશે.તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં કોહલી ક્રિકેટ ઈતિહાસનો રેકોર્ડ કહી શકાય તેવો કરાર કરશે.

જે તેંડુલકરે તેના અરસામાં સ્વર્ગસ્થ મેસ્કારહન્સની વર્લ્ડ ટેલ કંપની જોડે કર્યો હતો તેના કરતા મોટો હશે. કોહલીની અન્ય ભાવિ ઉપલબ્ધી અંગે આ જ્યોતિષીએ ભાખ્યું છે કે કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારત ટી-૨૦ અને વન ડેના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનશે. કોહલી ૨૦૧૯ અને ૨૦૨૩નો વન ડે વર્લ્ડ રમશે તેમ તેના ૨૦૨૫ સુધીના ભવિષ્ય અંગે જોવાયું હોઇ કહી શકાય.

આ ક્રિકેટ જ્યોતિષીએ ધોનીના નેતૃત્વ હેઠળ ભારત ૨૦૧૧માં વન ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનશે તેવી આગાહી વર્ષો પહેલા કરી હતી. ધોની ૨૦૧૯ની વન ડે વર્લ્ડ કપમાં રમશે તેવું તેણે ૨૦૧૭માં જ્યારે તેનું સ્થાન નિશ્ચિત નહોતું મનાતું અને ટીકાકારાનો સામનો કરી રહ્યો હતો તે અરસામાં કહેલું. જ્યોતિષીના કહેવા મુજબ કોહલીની કેપ્ટનસી હેઠળ ભારતનો વિદેશના પ્રવાસમાં પણ રેકોર્ડ હવે સુધરશે અને ક્રિકેટ વિશ્વમાં ટોચનું સ્થાન ભારતીય ટીમ મેળવશે.

Post Comments