ICCના સ્વતંત્ર મહિલા ડિરેકટર તરીકે ઇન્દ્રા નૂયીની નિમણુંક
- ક્રિકેટની રમત બ્રાન્ડ બની ગઈ છે ત્યારે ઇન્દ્રાના સૂચનો કામ લાગશે
- અમેરિકામાં ક્રિકેટનો પ્રસાર કરવાનો ICC નો વ્યૂહ હોઈ શકે
દુબઈ, તા. ૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે (આઈસીસી) તેમના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં સ્વતંત્ર ડીરેકટર તરીકે પેપ્સીકોના ચેરમેન અને ભારતના ગૌરવ સમાન ઇન્દ્રાનૂયીની નિમણુંક કરી છે. ગયાવર્ષે આઈસીસીએ ઠરાવ કર્યો હતો કે હવેથી કોઈ નેતૃત્વ દ્રષ્ટિ તેમજ મેનેજમેન્ટનો અનુભવ ધરાવતી મહિલાની સ્વતંત્ર ડીરેકટર તરીકે નિમણુંક કરવી.આ પોસ્ટની ટર્મ બે વર્ષની રહેશે પણ વધુમાં વધુ તેને છ વર્ષ સુધી લંબાવી શકાશે. આ મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા જગતમાં આદરણીય અને પ્રેરણાદય હોવી જરૃરી છે. માત્ર આ પોસ્ટમાં નામ પુરતી જ નિમણુંક નહીં રહે પણ આઈસીસીના નિર્ણયોમાં તેમજ ક્રિકેટનો વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પણ તેમના સૂચનોને આવકારશે. ક્રિકેટની રમતહવે બ્રાન્ડ બની ચૂકી છે ત્યારે ક્રિકેટનું એક બ્રાન્ડ તરીકે માર્કેટિંગ કરવામાં પેપ્સીકોની ઇન્દ્ર નૂયીની દ્રષ્ટિ અને વ્યૂહો ઘણા ઉપયોગી નીવડશે. જો કે પેપ્સીકોને પણ તેના સોફ્ટ ડ્રિંક્સ માટે ક્રિકેટ રમતા દેશના ચાહકોના વિશાળ બજારની ભારે અનિવાર્યતા છે કેમ કે એક તરફ હરિફાઈ તીવ્ર બનતી જાય છે. તો બીજી તરફ એરેટેડ પીણા નહીં પીવા તેવા પ્રચાર જોરશોરથી થવા માંડયો છે. ઇન્દ્રા પણ તેની કોર્પોરેટ છબિથી આઈસીસીના પ્લેટફોર્મથી પરોક્ષ રીતે પ્રભાવ તો પાડશે જ. આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે જ આ રીતના મહિલા સ્વતંત્ર ડીરેકટરનીસિસ્ટમને સમર્થન આપ્યું હતું. તેણે જણાવ્યું કે ઇન્દ્રા નૂયી આઈસીસીને બહૂમૂલ્ય યોગદાન આપશે.
ઇન્દ્રા નૂયી વર્ષોથી અમેરિકામાં જ સ્થાયી થયાછે. અમેરિકામાં ક્રિકેટનું કલ્ચર જ નથી. શક્ય છે કે તે આઈસીસીને આ માટે ઉયોગી થઇ શકે.
ઇન્દ્રા નૂયીએ તેને આઈસીસીમાં આ રીતે તક મળતા ખુશીની લાગણી અનુભવી છે. તેણે કહ્યું કે મારૃં બાળપણ ભારતમાં વીત્યું હોઈ ક્રિકેટમાં દિલચશ્પી હું પણ લેતી અને રમતી પણ ખરી. હવે ફરી ક્રિકેટ જોડે કનેક્ટ થવું મને ગમશે. ક્રિકેટની રમતને લીધે આત્મવિશ્વાસ અને ટીમ વર્કની ભાવના વિકસાવતા જે ગુણો બહાર આવે છે તે મને સ્પર્શે છે તેમ નૂયીએ ઉમેર્યું હતું.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
એાહ્ માય ગૉડની સિક્વલ મારા ધ્યાનમાં છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News